પાટણ/ ખેડૂતે રાસાયણિક ખેતીને અલવિદા કહી, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી…

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડૂતે પણ વડાપ્રધાનનો આ સંદેશો ઝીલી લઈ કુદરતી ખેતી અપનાવી, પોતાની ૩૫ વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે અને સારી ઉપજ મેળવવાની આશા વ્યક્ત કરી છે .

Gujarat Others
ખેડૂત

દેશના વડાપ્રધાન દ્વારા સ્વદેશી અપનાવોના ભાગરૂપે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન કરવા ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે હાકલ કરી છે.જેના ભાગરૂપે દેશના અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી, કુદરતી ખેતી તરફ વળ્યા છે. જેમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડૂતે પણ વડાપ્રધાનનો આ સંદેશો ઝીલી લઈ કુદરતી ખેતી અપનાવી, પોતાની ૩૫ વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે અને સારી ઉપજ મેળવવાની આશા વ્યક્ત કરી છે .

આ પણ વાંચો:ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….

ખેડૂત

શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડૂત કેતનભાઈ વાઢેર વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા હતા. જેમાં તેઓ રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી પાકનું વાવેતર કરતા હતા.પરંતુ બદલાતા સમય અને ખેતી માં આવેલા આમલ પરિવર્તનથી રાસાયણિક ખેતીથી લોકોના આરોગ્ય પર કેટલીક માઠી અસરો થતી હોવાનું પ્રકાશમાં આવતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશના ખેડૂતોને રાસાયણીક ખેતી છોડી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું છે અને તેની જનજાગૃતિ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ અભિયાન ચલાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે . જેના ભાગરૂપે ચાલુ વર્ષે કેતનભાઇ વાઢેરે રાસાયણિક ખેતીને અલવિદા કહી પોતાની ૩૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ચણાનું વાવેતર કર્યું,

ખેડૂત

રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા કેતનભાઇ વાઢેરે આ બંને ખેતી વચ્ચેનો તફાવત જણાવતાં કહ્યું હતું કે, અગાઉ સાયણિક પદ્ધતિથી ચણાની ઉપજ મેળવવા બિયારણ ભાર અને જંતુનાશક દવાઓના છંટકાવમાં હજારો રુપિયાનો ખર્ચ થતો હતો. તેની સાથે પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં મેં ઘણો ખર્ચ ઓછો થયો છે . અને રૂ . ૧૦ હજારના નજીવા ખર્ચમાં ચણાના પાકનું વાવેતર થયું છે. પ્રાકૃતિક ખેતી દરમિયાન ઝરી જંતુનાશક દવાનો છંટકાવ ને બદલે ખેતરમાં જ થતી વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ કરી તેનો અંગ બનાવી છંટકાવ કરવામાં આવ્યો છે . જેના કારણે પાકમાં થતી જીવાતો અને ઇયળનો ઉપદ્રવ થતા નથી. આ દેશી દવાથી જ જીવાતો અને ઇયળોનો નાશ થતો હોવાનું જણાવ્યું હતું .

ખેડૂત

આમ મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી, પ્રાકૃતિક ખેતી કરી લોકોના આરોગ્ય સાથે ઓછા ખર્ચમાં વધુ નફો મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને એક નવી રાહ ચિંધી છે.

આ પણ વાંચો:બ્રહ્મસમાજનું દુર્ગાધામનું થશે નિર્માણ, ૨૫૦ કરોડનાં ખર્ચે બનશે બાવળા તાલુકામાં….

આ પણ વાંચો: જમ્મુમાં વરસાદ, દિલ્હીમાં ઠંડી-ધુમ્મસ, જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન….