સંસારમાં માતાનું સ્થાન કોણ લઈ શકે? આ પ્રશ્ર્નનો જવાબ કદાચ ભગવાન જ આપી શકે પરંતુ અમુક કપાતર પુત્રો માતાની મમતાને ઘોળીને પી ગયા હોય તેમને આ વાક્ય લાગુ પડતી નથી. ત્યારે સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે એક અત્યંત કરુણાજનક બનાવમાં કળિયુગી કપાતર પુત્રએ મકાન અને ખેતર પચાવી પાડવાના બદ ઈરાદાથી પોતાની વિધવા માતાને માર મારી તગેડી મુકતાં સમાજમાં ફિટકારની લાગણી વરસી રહી છે. વૃદ્ધ માતાના તેના પુત્ર અને પૌત્રએ કાઢી મુકતાં અત્યારે વૃદ્ધા ન્યાય માટે કાકોશી પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. અત્યારે પોતાનું મકાન હોવા છતાં બિચ્ચારી માતા તેના નાના દીકરાના ઘરે રહેવા મજબૂર બની છે. હદ તો ત્યાં થઈ ગઈ કે નફાવટ પુત્રએ માતાને ઘર બહાર કાઢતી વેળાએ અહીંયા તારું કઈ જ નથી ‘તારે જવું હોય ત્યાં જા’ તેવું સંભળાવી દેતાં માતાની આંતરડી કકળી ઉઠી હતી. આ અંગેની વૃદ્ધાએ કાકોશી પોલીસને ફરિયાદ કરી છે.
દુર્ઘટના ટળી / આંતરરાષ્ટ્રીય અવકાશ મથક 45 મિનિટ સુધી નાસાના નિયંત્રણ બહાર
સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે રહેતા ગોમતીબેન ભીખાજી ઠાકોર ઉ.વર્ષ 60 જેઓને સંતાન માં બે દીકરા છે આજથી 5 વર્ષ અગાઉ તેમના પતિનું અવસાન થયેલ છે. ત્યારે ગોમતીબેન પોતાના ખેતરમાં ઘરે હતા ત્યારે તેમનો મોટો દીકરો પ્રધાનજી ભીખાજી ઠાકોર, વહુ રમીલાબેન પ્રધાનજી ઠાકોર, પૌત્ર રણછોડજી પ્રધાનજી ઠાકોર તેમજ તેની પૌત્રવધુ હરણાબેન રણછોડજી ઠાકોર અને પૂજાબેન સુરેશજી ઠાકોરે એ કહેલ કે આ ખેતરમાં તારે કોઈ લેવા દેવા નથી અહીંથી નીકળી જા તેમ કહી સગી જનેતાને ગડદા પાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકયા હતા હાલમાં વરસાદના વાતાવરણમાં ગોમતીબેન રઝડતા થઈ ગયા હતા ત્યારે તેમને તેના નાના પુત્ર ડાહ્યાજી ઠાકોર અમદાવાદ ખાતે રહેતા હોઈ ત્યાં આશરો લીધો છે.
રાજકીય / ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ઉજવશે ‘જન ચેતના અભિયાન’’
અત્યારે પોતાનું મકાન હોવા છતાં બિચ્ચારી માતા તેના નાના દીકરાના ઘેર રહેવા મજબૂર બની છે. હદ તો ત્યાં થઈ ગઈ કે નફાવટ પુત્રોએ માતાને ઘર બહાર કાઢતી વેળાએ ‘તારે જવું હોય ત્યાં જા’ પછી આવીશ તો જાનથી મારી નાખીશું અને ખેતરમાં દાટી દઈશું તેવું સંભળાવી દેતાં માતાની આંતરડી કકળી ઉઠી હતી. આ અંગેની વૃદ્ધાએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ કરી છે.
નિંદનીય / YouTube ચેનલ પર મહિલાઓની લાઇવ હરાજી: શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કડક કાર્યવાહીની કરી માંગ
વૃદ્ધ માતા ને હત્યા કરી દેવાની દહેશત
વૃદ્ધા ઠાકોર ગોમતીબેને તેના પુત્ર અને તેના પરિવાર દ્વારા પોતાની હત્યા કરી નાખશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી. કપાતર પુત્રએ તેની માતા એવું પણ કહ્યું છે કે તું ત્યાં જઈશ તો તેઓ પણ અમારું કંઈ બગાડી શકશે નહીં’ આમ કળિયુગી કપાતર પુત્રએ માતાને રઝળતી મુકી દેતાં સમાજમાંથી તેમના ઉપર ફિટકાર વરસી રહ્યો છે.
