- જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કાર્યક્રમ
- અનામતમાંથી હટાવવા કાર્યક્રમ
- મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
સુરતના માંગરોળનાં ઝંખવાવ ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ધર્માંતરિત જનજાતિઓને અનામતમાંથી હટાવવા તેમજ ધર્માંતરિત જનજાતિના અનામત રદ્દ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીનાં સાંસદ પ્રભૂબ વસાવા,વિપુલ પટેલ,ભગુ ચૌધરી,સહીત મોટા નેતાઓ તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે 342ની કલમને આધારે જે લોકો સનાતનકાળથી પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરામાં માનતા હતા તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ આજે કેટલાંક લોકો પોતાની સંસ્કૃતિને છોડીને ધર્માંતરીત થઈ રહ્યા છે ત્યારે ધર્માંતરણ કરનારા જનજાતિના લોકો 80% લાભ લઈ રહ્યા છે.જેથી ધર્માંતરણ કરનારાઓને અનુસિચિત જાતિની યાદીમાંથી બહાર કાઢવાની માંગ માટે જાહેર કાર્યક્રમ અને શોભાયાત્રા યોજાઈ હતી.
દેશ આઝાદ થયા પછી ભારતનાં બંધારણમાં ઘડવૈયાઓએ અનુસૂચિત જનજાતિ માટે અનામતની વિવિધ જોગવાઈઓ કરી છે. જેમાં 342ની કલમને આધારે જે લોકો સનાતનકાળથી પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરામાં માનતા હતા તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ આજે કેટલાંક લોકો પોતાની સંસ્કૃતિને છોડીને ધર્માંતરીત થઈ રહ્યા છે ત્યારે ધર્માંતરણ કરનારા જનજાતિના લોકો 80% લાભ લઈ રહ્યા છે.જેથી ધર્માંતરણ કરનારાઓને અનુસિચિત જાતિની યાદીમાંથી બહાર કાઢવાની માંગ માટે જાહેર કાર્યક્રમ અને શોભાયાત્રા યોજાઈ હતી.
આ પ્રસંગે બારડોલીનાં સાંસદ પ્રભૂબ વસાવા,વિપુલ પટેલ,ભગુ ચૌધરી, સુખાનંદ ચૌધરી,અરવિંદ વસાવા, ચંપક ચૌધરી,જગદીશ પટેલ તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
આ પણ વાંચો:BJPના દિગ્ગજ નેતાઓએ આપી સૂચના, કહ્યું- SC અને ST પ્રભાવિત બેઠક પર…
આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યું, લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા
આ પણ વાંચો:સામાન્ય ખેડૂત પરિવારની દીકરીનો અમેરિકામાં ડંકો, જાણો કોણ છે પ્રિયંકા ખેર…
આ પણ વાંચો: SG હાઇવે પર ડમ્પરની ટક્કરે એકટીવા ચાલક વિદ્યાર્થીનીનું મોત
