Not Set / કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરીમાં દરરોજ થઈ રહ્યા છે માછલીઓનાં મોત

એક્વેટિક ગેલેરીમાં માછલીઓનાં મોત થઇ રહ્યા છે. અલગ અલગ ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અહીં લાવવામાં આવી છે….


પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ કર્યું હતું. જેમાં 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે. જોકે સાયન્સ સિટીની એકવેટિક ગેલેરીનું વાતાવરણ માછલીઓને માફક નથી આવી રહ્યું. અહીં દરરોજ 3 થી 5 ટકા માછલીના મોત થઇ રહ્યાં છે. એક્વેટિક ગેલેરીમાં દૂર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થયા છે. દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતિની 11 હજાર 690 માછલીઓ એક્વેટીક ગેલેરીમાં લવાઇ હતી.

આ પણ વાંચો :ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાંમાં નાખી દીધી : CM રૂપાણીના ગઢમાં મમતાનું ખેલાહોબે

મળતી માહિતી અનુસાર, એક્વેટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત થઈ રહ્યા છે. અલગ અલગ ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતિની 11,690 માછલીઓ અહીં લાવવામાં આવી છે. વાતાવરણ અને ફૂડ માફક ન આવતા માછીલીઓ મોતને ભેટતી હોવાની માહિતી મળી છે.

દુર્લભ ગણાતી માછલીઓના ટપોટપ મોત ચિંતાનો વિષય છે. શું એક્વેટિક ગેલેરીમાં માછલીઓ માટેની લાઈઉ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ.? દુનિયાના વિવિધ મહાસાગરોમાંથી અલગ અલગ 188 પ્રજાતીની 11 હજાર 690 માછલીઓ સાયન્સ સીટીમાં લાવવામાં આવી છે. જેથી આવનાર સમયમાં દુલર્ભ માછલીઓની સરખી માવજત કરવાના પડકાર પણ રહેશે.

એક્વેટિક ગેલેરીમાં માછલીઓનાં મોત

ઉલ્લેખનીય છે કે, 15 હજાર ચો.મી.ના ક્ષેત્રફળમાં આ એક્વાટિક ગેલરી બનાવાઈ છે. જેમાં તાજું પાણી, ખારું પાણી અને દરિયાઈ પાણી ધરાવતી 68 મોટી ટેંક બનાવાઈ છે. આ ટેંકમાં શાર્ક, ઝેબ્રા શાર્ક અને ગ્રે રીફ શાર્ક ઉપરાંત પેંગ્વિન જેવી હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી 188 દરિયાઈ પ્રજાતિ રાખવામાં આવી છે. આ એક્વિરેયમને સાચવવામાં સૌથી મોટી ચેલેન્જ તેને અનુકૂળ વાતાવરણ આપવાનુ છે. વાસ્તવિક જીવસૃષ્ટિને સાચવવા ઉપરાંત એને અનુકૂળ એક્વેરિયમનું વાતાવરણ બનાવવાનું છે. કુદરતી તાપમાન જાળવવું અને પાણીની ગુણવત્તા, ઓક્સિજનની ગુણવત્તા, ખોરાક, ગ્રીન એન્વાયર્નમેન્ટ એ બધું આપવું પડે તો જ માછલીઓ જીવિત રહી શકે.

આ પણ વાંચો :સગીરાને ભગાડવી યુવકને પડ્યું ભારે, મળી તાલિબાની સજા

એક્વાટિક ગેલેરીમાં માછલીઓ મરી રહી હોવાના ફોટા અને વીડિયો વાઇરલ થતા સાયન્સ સિટીના સત્તાધીશોને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, એક્વાટિક ગેલેરીની બધી ટેન્કમાં રહેલી માછલીઓ સ્વસ્થ છે. આ ઉપરાંત હાલ અહીં લાઇફ સેવિંગ સિસ્ટમ ફુલપૃફ તેમજ યોગ્ય ટેકનિકલ માર્ગદર્શન હેઠળ કાર્યરત હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો લાઈફ સપોર્ટ સિસ્ટમ ફેઈલ થઈ હોય તો તેની અસર તમામ ટેન્કમાં જોવા મળે અને મોટા ભાગની માછલીઓ મૃત્યુ પામે. આવો કોઈ જ બનાવ અહીં થયો નથી.

ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં 188 પ્રજાતિની 11,600 થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

આ પણ વાંચો :શહેરોની હાઈટેક શાળાઓને ટક્કર મારે એવી શાળા આ નાનકડા ગામમાં આવેલી છે

આ પણ વાંચો : લીંબડી-રાજકોટ હાઈવે પર અવધ હોટલના કમ્પાઉન્ડમાંથી 12000 લીટર શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપાયો


More Stories


Top Stories

Photo Gallery

Entertainment