સમાજ માં સમય જેમ બદલાતો જાય છે તેવી જ પરિવર્તનો થતા જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત રાજકોટ માં એક પરિવર્તનશીલ સમાજમાં ટ્રાન્સજેન્ડર પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાઇ રહ્યો છે. પરીવાર અને સમાજ તરફથી તિરસ્કૃત થવાને કારણે આવા લોકોમાં સમાજ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ જન્મે છે. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિના પરીજનોની મનોદશા અને વ્યથા હદયદ્રાવક અને કરૂણાસભર હોય છે.
કલેકટર અરુણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર આપી તેને માનસિક સધિયારો પણ પૂરો પાડ્યો હતો. સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક હોવાનું કલેકટરએ ચિરાગને હિંમત આપતા જણાવ્યું હતું. માત્ર એટલું જ નહિ કોઈપણ પ્રકારની મદદ માટે તેઓ તૈયાર હોવાનું અને મળવાપાત્ર તમામ સરકારી સહાય પુરી પડાશે તેવો કલેકટર દ્વારા વિશ્વાસ પૂરો પાડી સમાજમાં ચિરાગ ઉર્ફે ચાર્મી જેવા ટ્રાન્સજેન્ડર્સને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
આજના આધુનિક યુગમાં સકારાત્મક પરિવર્તન અને સમાજમાં ટ્રાન્સજેન્ડરોને પણ અન્ય વર્ગના લોકોની જેમ સમાન હકો અને તકો મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજભાઇ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણયો દ્વારા ઉમદા કાર્યનો આરંભ કર્યો છે. સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકો સ્વાભિમાન સાથે જીવન વ્યતીત કરી શકે તથા તેઓનું સમાજના મુખ્યપ્રવાહમાં પુનઃસ્થાપન થાય તેવા ઉમદા પ્રયત્નો હાલ થઇ રહયા છે.ટ્રાન્સજેન્ડર્સ હવે આઈ. કાર્ડ થકી તેમની ઓળખ આપી શકશે.
