NZ vs BAN/ ન્યૂઝીલેન્ડનાં આ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, Blackcaps માટે સાબિત થઇ રહ્યો છે રન મશીન

નવા વર્ષની શરૂઆત સાથે જ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ પણ શરૂ થઈ ગઈ છે. બન્ને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માઉન્ટ માંગનુઈ ખાતે રમાઈ રહી છે.

Sports
કોનવે

નવા વર્ષની શરૂઆત સાથે જ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ પણ શરૂ થઈ ગઈ છે. બન્ને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માઉન્ટ માંગનુઈ ખાતે રમાઈ રહી છે. મેચનો આજે એટલે કે શનિવારે પ્રથમ દિવસ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો – Cricket / દ.આફ્રિકાનાં પૂર્વ ઓલરાઉન્ડરનું મોટું નિવેદન, કહ્યુ- 2021 માં ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન રહ્યુ શાનદાર

યજમાન ન્યૂઝીલેન્ડે પહેલા દિવસે લંચ સુધી 1 વિકેટ ગુમાવીને 66 રન બનાવ્યા છે. લંચ બાદ ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોનવેએ ઈનિંગની 35મી ઓવરમાં મેહદી હસનનાં બોલ પર છક્કો ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ફિફ્ટી સાથે કોનવેએ ટેસ્ટ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 30 વર્ષીય કોનવેની આ ચોથી ટેસ્ટ મેચ છે. તે ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ 7 ટેસ્ટ મેચમાં ચાર ફિફ્ટી કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. કોનવેએ 101 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે હસનની ઓવરમાં બે ફોર અને એક સિક્સર ફટકારી હતી. કોનવે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધી ત્રણ વનડે અને 20 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છે.

આ પણ વાંચો – Bye Bye 2021 / વર્ષ 2021 માં ભારતનાં આ ત્રણ બેટ્સમેને ટીમ માટે સૌથી વધુ T20I રન બનાવ્યા

આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલરોએ પોતાનો નિર્ણય સાચો સાબિત કરતા યજમાન ન્યૂઝીલેન્ડને 1 રનનાં સ્કોર પર પહેલો ઝટકો આપ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડનો સુકાની ટોમ લાથમ 1 રન બનાવીને આઉટ થયો હતો. તેને શોરીફુલ ઈસ્લામ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.