ત્રીજી લહેર ત્રાટકશે / કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બનશે ઘાતક, મહારાષ્ટ્ર થી થશે પ્રારંભ

કોરોના સંક્રમણ એ સમગ્ર વિશ્વની અજગર ભરડામાં લીધું છે.અત્યાર સુધી કોરોનાના વધી રહેલા આંકડા અને મૃત્યુઆંક સામે સરકાર સહિત સંસ્થાઓ લોકોના જીવન બચાવવા માટે મેદાને પડી છે પરંતુદેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જારી છે.સરકારી આંકડા પ્રમાણે બીજી લહેર દેશમાં યુવાઓને વધુ સંક્રમિત કરી રહી છે, જ્યારે આ પહેલા પાછલા વર્ષે આવેલી પ્રથમ લહેર દરમિયાન દેશમાં કોરોના સંક્રમણે વૃદ્ધોને પોતાની ઝપેટમાં લીધા હતા.જ્યારે બ્રાઝિલમાં હવે સગર્ભા મહિલાઓના સેંકડો મોત એ દર્શાવે છે કે કોરોનાની ત્રીજી લહેર હજુ પણ તેનો ટારગેટ બદલી શકે છે. એટલું જ નહીં બાળકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે હવે કેટલાક નિષ્ણાંતો પ્રમાણે તે માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને તે નાના બાળકો માટે વધુ ખતરનાક સાબિત થશે. આ દરમિયાન 12 વર્ષથી નાની ઉંમરના બાયલકો વાયરસના પ્રકોપથી સૌથી વધુ સંક્રમિત થઈ શકે છે.

Observing coronavirus symptoms in kids? Things you should keep in mind |  Celebrities News – India TV

મહારાષ્ટ્રમાં શરૂ થશે ત્રીજી લહેર,તૈયારીમાં લાગી  સરકાર

કોરોનાની પ્રથમ બે લહેરો મહારાષ્ટ્રમાં વધુ ઘાતક પુરવાર થઇ છે હવેમીડિયામાં આવી રહેલા અહેવાલો પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેર મહારાષ્ટ્રથી શરૂ થવાની છે. પરંતુ આ અંગે નિષ્ણાંતોએ તે સ્પષ્ટતા કરી નથી કે ત્રીજી લહેર ક્યારે શરૂ થશે. પરંતુ તેમ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર જુલાઈથી સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે જે બાળકોને પ્રભાવિત કરશે. નિષ્ણાંતોએ મહારાષ્ટ્ર સરકારને સલાહ આપી છે કે જુલાઈમાં ત્રીજી લહેરનો સમય શરૂ થઈ શકે છે અને તે પહેલા બે લહેરની તુલનામાં બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે. તેવામાં ત્રીજી લહેરની આશંકા જોતા મહારાષ્ટ્રમાં સરકારી સ્તર પર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન શિશુ કોવિડ કેર ફેસિલિટી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે તેથી સમય પર સારવાર થઈ શકે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં બાળ ચિકિસ્તા વોર્ડ સ્થાપિત કરવાનો નિર્ણય નિષ્ણાંતોની ચેતવણીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.

Think Covid-19 is mild among children? Study finds coronavirus turned  severe for thousands in India - Coronavirus Outbreak News

અહીં બનશે બાળ ચિકિત્સા વોર્ડ

 

બીએમસી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુંબઈના ગોરેગાંવ સ્થિત જંબો કોવિડ સેન્ટરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક બાળ ચિકિત્સા વોર્ડ આગામી બે મહિનામાં બનીને તૈયાર થઈ જશે. તેમાં આશરે 700 બેડ હશે. આ સાથે સેન્ટરમાં નવજાત બાળકો માટે 25 બેડની ક્ષમતાવાળી એનઆઈસીયૂ યૂનિટ અને પીઆઈસીયૂ પણ સ્થાપિત કરવામાં આવશે.

COVID-19 HIGHLIGHTS | India tally crosses 1 lakh mark; Maharashtra leads  with over 35,000 cases- The New Indian Express

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery