સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક કોમેડી હોય છે તો કેટલાક ઈમોશનલ હોય છે. ત્યારે આવામાં વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ સકાય છે કે, લાઈવ રિપોર્ટિંગ દરમિયાન એક કાર તળાવમાં સૂબી રહી છે. આ ઘટના જોઈને પત્રકાર ચોંકી ગયો અને ભાગવા લાગ્યો.
આ પણ વાંચો :નશામાં ધૂત યુવતીએ રસ્તા પર જ મચાવ્યો હંગામો, થોડીવાર પછી કર્યું એવું કે…
આ ઘટના ત્યારે બની જ્યારે WCIS ના રિપોર્ટર જેકોબ ઇમર્સન ઘટના સ્થળે લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને આ વિસ્તારમાં બીજા કૃત્રિમ તળાવ બનાવવાના પ્રસ્તાવિત પ્રોજેક્ટનું લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. દરમિયાન, એક કાર બેકગ્રાઉન્ડમાં તેની પાછળના તળાવમાં ડૂબતી જોઈ શકાય છે. લાઈવ રિપોર્ટિંગ દરમિયાન રિપોર્ટરને આ બાબતની જાણ થતાં જ રિપોર્ટર પાછળનું દ્રશ્ય જોઈને ચોંકી જાય છે અને તરત જ શોટમાંથી બહાર નીકળી જાય છે અને કેમેરાપર્સનને ડૂબતા વાહન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે.
https://twitter.com/BrianMFloyd/status/1422757196585062400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422757196585062400%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.latestly.com%2Fsocial-viral%2Fviral-video-during-live-reporting-the-car-parked-behind-slipped-and-drowned-in-the-lake-people-were-surprised-to-see-the-video-969003.html
આ પણ વાંચો :બતક અને વાંદરાએ બતાવી અનોખી મિત્રતા, જુઓ આ વાયરલ વીડિયો
કારને સંપૂર્ણપણે ડૂબી જવા માટે માત્ર 25 સેકન્ડનો સમય લાગ્યો હતો. સદનસીબે ઘટના સમયે કારની અંદર કોઈ નહોતું. આ ઘટનાની ક્લિપ ફૂટબોલ લેખક બ્રાયન ફ્લોયડે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સંગામોન કાઉન્ટી ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસના ડિરેક્ટર બિલ લીએ WCIS ને કહ્યું, “મોટા ભાગના કિસ્સાઓમાં, કાર ધીમે ધીમે સરકી જાય છે અને ઉતાર પર જાય છે, પરંતુ આ વિડીયોમાં કાર ખૂબ જ ઝડપથી તળાવમાં સરકી જાય છે.” રેમ્પ પર સ્થિર હતી, તેથી કાર ઝડપથી સરકી ગઈ અને તળાવમાં ડૂબી ગઈ.
આ પણ વાંચો :સુઈ રહેલા વ્યક્તિ પાસે અચાનક જ પહોંચી ગયા ચિત્તા, પછી જે થયું…જુઓ આ video
આ વિડીયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ પણ વાંચો :લગ્નનાં સ્ટેજ પર દુલ્હને કર્યો ગજબ ડ્રામા, રમવા લાગી કબડ્ડી
આ પણ વાંચો :સોશિયલ મીડિયા પર છવાઇ જુનિયર મીરાબાઇ ચાનૂ, જોઇને તમે પણ થઇ જશો ફેન
