- આયકર વિભાગ તરફથી સહયોગની ખાતરી
- 425 બિલ્ડીંગનું ફાયર NOC રીન્યુ બાકી
- ફાયર NOC નહીં, તો વીજળી જાઓ ભૂલી
રાજકોટનાં આયકર ભવનમાં ફાયર ઓફિસરે ફાયર સેફટીનાં સાધનો લગાવવા મુલાકાત લીધી હતી, જે દરમિયાન અધિકારીઓએ ત્વરિત સાધનો લગાવવાની તૈયારી બતાવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાને ફાયર NOC રીન્યુ બાબતે ટકોર કરવામાં આવી હતી, ત્યાર બાદ પાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું છે. 425 હાયરાઈડ બિલ્ડીંગમાં ધારકોને ફાયર NOC રીન્યુ કરાવ્યું નથી અને PGVCL મારફતે વીજ કનેકસન કાપવા પાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ આયકર ભવનમાં પણ ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવાની કામગીરી શરુ થતી જોવા મળી રહી છે.
હાઇકોર્ટની ટકોર બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું. રાજકોટ ફાયર NOC રીન્યુ નહિ કરાવનાર હાયરાઈઝ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરશે. 425 જેટલી હાયરાઈઝ બિલ્ડીંગ માં ફાયર NOC રિન્યુ નથી કર્યું માટે
PGVCL મારફતે વીજ કનેકસન કાપવા મનપા ત્યારીઓ કરવામાં આવી છે. બિલ્ડીંગ ધારકો ને આખરી નોટિસ મનપા દ્વારા આપવામાં આવી ત્યારે આજે મનપા ના ફાયર ઓફિસર આયકાર ભવન ની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અધિકારીઓ એ ફાયર સેફટી ને લઈને સહયોગ આપવા ખાતરી આપી હતી.
આ પણ વાંચો:વડોદરામાં PM મોદીના આગમન પહેલાં વિવિધ કાર્યો લઈ આખરી ઓપ, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો: ડાયમંડ સીટીમાં ધો. 12માં નાપાસ થતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત
આ પણ વાંચો: જૂનાગઢમાં દારૂબંધી માટે સરપંચનો અનોખો પ્રયાસ, જો દારૂ પીતા પકડાયા તો ગયા સમજો….
