Election/ જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

Ahmedabad Top Stories Gujarat
corona 4 જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

જમાલપુર ગાજીપીર વિસ્તારમાં લાગ્યા પોસ્ટરો 

સોસાયટીમાં પ્રવેશ કરવો નહીંના લાગ્યા પોસ્ટર

કોંગ્રેસમાં ટીકીટ વહેચણીનો મુદ્દો હમેશા માથાનો દુખાવો સાબિત થયો છે. ટીકીટ ફાળવણી હમેશા કોંગ્રેસમાં કકળાટ ઉભો કર્યો છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તરમાં કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે ટીકીટ વહેચણીને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે. યુવા ચહેરાઓને સ્થાન નહિ મળતા સ્થાનિકોની નારાજગી જાહેરમાં આવી છે.

અમદાવાદ મનપામાં  કોંગ્રેસમાં 2015માં જીતેલા 49માંથી 28ને રીપિટ કરવામાં આવ્યા છે અને 21ની ટિકિટ કપાઇ છે. 4 કોર્પોરેટરને જૂની બેઠકના સ્થાને અન્ય બેઠક પર ટિકિટ ફાળવવામાં આવી છે. બે સિનિયર કોર્પોરેટરે નિવૃત્તિ લેતા તેમના સ્થાને તેમના બે પુત્રોને ટિકિટ આપવામાં આવી છે.

અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં એનએસયુંઆઈ ના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદ જિલ્લાના 700 જેટલા હોદ્દાદારોએ રાજીનામા ધરી દીધા છે, NSUIના નેતાઓ એટલે સુધી નારાજ છે કે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે આક્ષેપો કરી બંને ધારાસભ્યો કાર્યકરોને સતત દબાવી રહ્યા છે અને પોલીસની લાકડીઓ ખાવા માટે NSUIના કાર્યકરોને આગળ કરવામાં આવે છે, પરંતુ લાભ લેવાનો હોય ત્યારે પોતે આગળ રહે છે.

જમાલપુરનાં નેતા શાહ નવાઝ શેખ અને સહેજાદ સૈયદ ત્યાર બાદ ફરહાન ખાન અને હવે અમદાવાદ યુથ કોંગેસના જનરલ સેકેટરી સોહેલ ખાન પણ ઇમરાન ખેડાવાળાની રાજનીતિની સામે નારાજ છે અને ખેડવાલા નો વિરોધ કરતા પોસ્ટરો જમાલપુરના ગાજીપીર, કાંચની મસ્જિદ, હૈદરી મેદાન , વહોરવાડ ખાતે લગાડવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. સોસાયટીમાં પ્રવેશ નહીંના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

અમદાવાદ મનપામાં ચાંદખેડામાં રાજશ્રીબેન કેસરીને રિપીટ કરવામાં આવ્યા છે, તો મ્યુનિ. વિપક્ષના પુર્વ નેતા દિનેશ શર્માને પણ ચાંદખેડામાં બેઠક ફાળવવામાં આવી છે. સરદારનગરથી ઓમપ્રકાશ તિવારીને રિપીટ કરવામાં આવ્યા છે. સૈજપુર બોઘામાં ગોવિંદ પરમાર અને છાયાબેન સોનવાણી, શાહપુરમાં અબ્દુલ મજીદ શેખ, મોના પ્રજાપતિને રિપીટ કરાયા છે.

Controversy / કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું, ધાર્મિક માલવિયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેચી શકે છે…!!

fire / દિલ્હીના ઓખલા વિસ્તારની ફેકટરીમાં આગ, ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…