હડતાળ/ રાજયભરમાં વીજકર્મીઓની આજથી હડતાળ, 7 યુનિયને જાહેર કર્યો ટેકો

દેશમાં એક તરફ કોરોનાનો હાહાકાર, એક તરફ નવા સ્ટ્રેનનો ખતરો, એક તરફ બર્ડ ફ્લુનું ટેન્શન અને આવી આફતો વચ્ચે પણ આંદોલનોનો અંત નથી આવી રહ્યો. ઇતિહાસમાં પહેલી વખત

Top Stories Gujarat Others
vijkarmi 1 રાજયભરમાં વીજકર્મીઓની આજથી હડતાળ, 7 યુનિયને જાહેર કર્યો ટેકો

દેશમાં એક તરફ કોરોનાનો હાહાકાર, એક તરફ નવા સ્ટ્રેનનો ખતરો, એક તરફ બર્ડ ફ્લુનું ટેન્શન અને આવી આફતો વચ્ચે પણ આંદોલનોનો અંત નથી આવી રહ્યો. ઇતિહાસમાં પહેલી વખત જગતનો તાત આંદોલનનાં માર્ગ છેલ્લા 52 દિવસથી દિલ્હીની સડકો પર છે, તો રાજ્યમાં મેડિકલ સ્ટાફનો અમુક કર્મચારી વર્ગ, LDR પુરુષ ઉમેદવાર, આશાવર્કર બહેનો જેવા અનેક કર્મચારીઓ આંદોલનનાં માર્ગે છે, ત્યારે રાજ્ય માટે ફરી એક કર્મચારી વર્ગ આંદોલનનો માર્ગ અખત્યાર કરતા ચિંતાનો વિષય બને તેવી શક્યતા જોવાઇ રહી છે.

PM Modi / PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે કાલે આઠ ટ્રેનોને આપશે ગ…

Delhi University students to rally behind farmers in their protest

બીલકુલ રાજયભરમાં વીજકર્મીઓની આજથી વીજળીક હડતાળ પર ઉતરી રહ્યા છે. વીજકર્મીઓની સાથે સાથે PGVCLના કર્મચારીઓ પણ માસ CLમાં જોડાશે. સાતમા પગાર પંચ સહિત માગણીઓ સાથે આંદોલનનાં માર્ગે ઉતરેલા વીજકર્મીઓ સૂત્રોચ્ચાર કરી પોતાની ફરિયાદ અને માંગ નોંધાવશે અને વિરોધ પ્રદર્શન કરશે.

આંદોલન / ‘સત્તા પલ્ટો’ -દેશમાં થયેલા અસરકારક આંદોલનનો ઈતિ…

मजदूर संगठनों की हड़ताल: मजदूर संगठनों की हड़ताल का सरकारी बैंकों के कामकाज पर आंशिक असर | ET Hindi

આપને જણાવી દઇએ કે, PGVCL સહિત 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હોવાનાં કારણે પરિસ્થિતિ વણસે તેવી ભીતી જોવામાં આવી રહી છે. આંદોલન અને પ્રદર્શન દરમિયાન વીજકર્મીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…