Bollywood/ પૂજા હેગડે સંગ ફ્લર્ટ કરતા જોવા મળ્યો પ્રભાસ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘રાધે- શ્યામ’

રેલ્વે સ્ટેશનની ધમાલ કરતી ભીડ વચ્ચે, તે બોલાવીને, “Sei Un Angelo? Devo Morire per incontrarti?”  કહેતા જોવા મળે છે. પ્રભાસ દ્વારા બોલવામાં આવેલી આ લાઈને દર્શકોના મનમાં જીજ્ઞાસા જગાવી છે.

Entertainment
a 147 પૂજા હેગડે સંગ ફ્લર્ટ કરતા જોવા મળ્યો પ્રભાસ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ 'રાધે- શ્યામ'

બાહુબલીના નામથી જાણીતા સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે-શ્યામની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ફિલ્મની એક ઝલક સાથે, નિર્માતાઓએ ઘોષણા કરી દીધી છે કે આ ફિલ્મ 30 જુલાઈ, 2021 ના ​​રોજ સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરશે. પ્રભાસના તાજેતરમાં રિલીઝ થયેલા ડ્રીમી પોસ્ટર બાદ પ્રેક્ષકો આ પ્રોજેક્ટની ઝલકની રાહ જોઈ રહ્યા હતા. વિંટેજ રોમ ના આકર્ષક ર સમયમાં સેટ કરેલી આ વિડીયો જંગલના રસ્તેથી પસાર થઈને ટ્રેન પર શરૂ થાય છે. અને આ રોમાનિયાઈ રેલ્વે સ્ટેશનની ધમાલની અંદર પ્રભાસ ઇટાલિયનમાં પૂજા હેગડે સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે.

રેલ્વે સ્ટેશનની ધમાલ કરતી ભીડ વચ્ચે, તે બોલાવીને, “Sei Un Angelo? Devo Morire per incontrarti?”  કહેતા જોવા મળે છે. પ્રભાસ દ્વારા બોલવામાં આવેલી આ લાઈને દર્શકોના મનમાં જીજ્ઞાસા જગાવી છે. એટલું જ નહીં તેનો અર્થ શોધવાનું પણ શરૂ થઇ ગયું છે. રોમના આકર્ષક શહેરમાં સ્થપિત, રસ્તાઓ અને સાથે જંગલની સુંદર લોકેશનની સાથે, આ ઝલક વેલેન્ટાઇનની સારી ભેટ છે જે નિર્માતાઓએ પ્રેક્ષકોને રજૂ કરી છે.

ફિલ્મની ઝલક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે. ફિલ્મ ‘રાધે શ્યામ’ એ દાયકાની સૌથી મોટી લવ સ્ટોરી માનવામાં આવે છે, જેમાં પ્રભાસ લગભગ એક દાયકા પછી રોમાંસ કરતા જોવા મળશે. ફિલ્મની પહેલી ઘોષણા થઈ હોવાથી, પાન-ઇન્ડિયા સ્ટાર પ્રભાસને ફિલ્મમાં સુંદર અભિનેત્રી પૂજા હેગડે સાથે રોમાંસ કરતા જોઈને ચાહકો ઉત્સાહિત છે. ‘રાધે-શ્યામ’ રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત બહુભાષીય ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી-સિરીઝ પ્રસ્તુત કરશે. તે યુવી ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી છે.

આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સચિન ખેડકર, પ્રિયદર્શી, ભાગ્યશ્રી, મુરલી શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ