સંમેલન/ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નવસારીમાં પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયો

પેજ સમિતિના પ્રણેતા અને કર્મઠ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી ખાતે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રમુખ ભુરાભાઇ શાહએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં વિકાસના કાર્યો કરી વિકાસપુરુષ તરીકે નામના મેળવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ માટે કરેલા કાર્યોને કારણે સમગ્ર વિશ્વમાં એક […]

Top Stories Gujarat
6 1 1 ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નવસારીમાં પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયો

પેજ સમિતિના પ્રણેતા અને કર્મઠ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી ખાતે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રમુખ ભુરાભાઇ શાહએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં વિકાસના કાર્યો કરી વિકાસપુરુષ તરીકે નામના મેળવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ માટે કરેલા કાર્યોને કારણે સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. કોંગ્રેસ દેશમાં ગરીબોને વિકાસ પર બોજ સમજતી હતી પરંતુ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગરીબોને ગરીબી રેખાથી ઉપર લઇ દેશની વિકાસની ગતીને ઝડપી બનાવી છે. દેશના કોઇ વડાપ્રઘાને તેમના કાર્યકાળનો હિસાબ આપ્યો નથી પરંતુ આપણા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે તો સામેથી જનતાને તેમના કાર્યકાળનો હિસાબ આપે છે અને આવનાર લોકસભા ચૂંટણી પહેલા જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમના કાર્યોની તમામ માહિતી આપવા પક્ષના કાર્યકરોને મોકલી રહ્યા.

કોરોના સમયે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની કામગીરી અંગે પાટીલજીએ વધુ જણાવતા કહ્યું કે, દેશમા કોરોના જેવી મહામારી સમયે દીર્ઘદ્રષ્ટીથી દેશમાં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો અને 220 કરોડ રસી વિનામુલ્યે દેશની જનતાને આપી કોરોના સામે સુરક્ષીત કર્યો છે. કોંગ્રેસની સરકારમાં મોટી મહામારી આવી તે સમયે અન્ય દેશ રસી શોઘે અને આપણા દેશમાં પહોંચતા વર્ષો લાગતા. કોરોના સમયે કોઇ સમૃદ્ધ દેશે તેમના નાગરિકોને કોરોનાની રસી ફ્રીમાં નથી આપી. કોરોના સમયે દેશમાં કોઇ ગરીબ વ્યકિત ભૂખ્યુ ન સુવે તે માટે 80 કરોડ લોકોને વિના મુલ્યે અનાજ આપ્યું છે જે સમગ્ર યુરોપની જન સંખ્યા કરતા વધુ સહાય અપાઇ.

 પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે 3.5 કરોડથી વધુ પરિવારોને પાકા ઘર આપી સુરક્ષા અને સન્માન આપ્યું છે. હર ઘર નળ યોજના થકી 12 કરોડ ઘરોમાં નળથી જળ પહોચાડી મહિલાઓને બેડા ઉંચકી કિમી સુધી દુર જતા તે બંધ કરાવ્યું તેમજ મહિલાઓ ચૂલા પર રસોઇ કરતા ત્યારે ધૂમાડાથી તેઓ બીમાર પડતા પરંતુ વડાપ્રધાનશ્રી નરેનદ્રભાઇ મોદી સાહેબે 9.6 કરોડ પરિવારોને વિનામુલ્યે ગેસ કનેકશન આપ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આયુષ્યમાન ભારત યોજના થકી વિશ્વની મોટો સ્વાસ્થ્ય યોજના જાહેર કરી 5 લાખ સુઘીની સારવાર અને ગુજરાતમાં 10 લાખ સુઘી સારવાર વિનામુલ્યે આપવાનો નિર્ણય કર્યો. દર્દીઓને સસ્તી દવા મળે તે માટે 9300 થી વધુ જનઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે માત્ર એક રૂપિયામાં સેનેટરી પેડ મળે તેની વ્યવસ્થા કરી.

ખેડૂતો માટેની વિગત જણાવતા શ્રી સી.આર.પાટીલજી કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં ખેડૂતો ખાતરની માંગણી કરે તો પોલીસ લાઢી ચલવતી,ગોળી બાર કર્યો પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાતરના ભાવ વધાર્યા નહી અને સમયસર ખાતર મળે તેની વ્યવસ્થા કરી. કોંગ્રેસે ક્યારેય ખેડૂતોના હિતને ધ્યાને રાખી યોજના નથી બનાવૂ પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી વાર્ષિક 6 હજાર રૂપિયા સિઘા તેમના ખાતામાં જમા કરાવે છે. દિવ્યાંગ કેટેગરીની સંખ્યા 7 થી વઘારી 21 કરી દિવ્યાંગોને સમાન અધિકાર આપ્યો.

પાટીલજીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2014 સુઘી દેશમાં એક પણ વર્લ્ડ કલાસ ટ્રેન ન હતી. 9 વર્ષમાં 20 ટ્રેન આપી છે. વર્ષ 2014માં વોટર-વે શુન્ય હતા 9 વર્ષમાં 111 વોટર-વેનું નિર્માણ કર્યુ. વર્ષ 2014માં મેટ્રો 5 શહેરોમાં હતી 9 વર્ષમાં 15 શહેરમાં મેટ્રો શરૂ થઇ.એઇમ્સ હોસ્પિટલ 2014 સુઘીમાં 7 હતી જ્યારે 9 વર્ષમાં 15 બનાવવામાં આવી અને ગુજરાતના રાજોકટમાં પણ એક એઇમ્સ ટુંક સમયમાં શરૂ થશે. 2014 સુઘીમાં 723 યુનિવર્સિટી હતી જે 9 વર્ષમાં 390 નવી બનાવી. IIT વર્ષ 2014 સુઘીમાં 16 હતા જે 9 વર્ષમાં 7 નવી IIT બનાવી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વનો પ્રથમ લિક્વિડ નેનો યુરિયા પ્લાન્ટ દેશમાં સ્થાપાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કાશ્મીરમાં વિકાસના કાર્યોનો પાયો નાંખ્યો અને વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ બનાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને આત્મનિર્ભર કર્યો છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને આપેલા દરેક વચનો પુર્ણ કર્યા છે. આજે વિશ્વના દેશો આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબેને સન્માન આપે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇન મોદી સાહેબે 9 વર્ષમાં જે વિકાસનો પાયો નાંખ્યો છે તે કામો આવનાર 25 વર્ષમાં દેશને સર્વોચ સ્થાને લઇ જાય તે રીતે જોવા માંગે છે જેથી ફરી એક વાર મોદી સરકાર લાવવા હાંકલ કરી.

આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય ઓ શ્રી આર. સી. પટેલ, રાકેશભાઈ દેસાઈ,  નરેશભાઈ પટેલ,  સંદીપભાઈ દેસાઈ,શ્રીમતી સંગીતાબેન પાટીલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીખુભાઈ આહીર, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેર ના પ્રમુખનિરંજભાઈ ઝાંઝમેરા, જિલ્લા સંગઠન ના પ્રભારી  જનકભાઈ બગદાણા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.