Not Set/ લાપતા / પ્રદીપસિંહ અચાનક લાપતા બનતા, પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના બરોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રદીપસિંહ સોલંકી લાપતા થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તલાટીમંત્રી ગુમ થયા બાદ પત્નીએ વગદાર વ્યક્તિ પર આક્ષેપ કરતા પોલીસતંત્ર પણ હરકતમાં આવી ગયું છે. સવારે ઘરેથી નોકરી માટે નીકળેલ પ્રદીપસિંહ મોડી  રાત્રે પણ ઘરે પરત ના ફરતા પરિવાર જનોએ શોધ ખોળ શરુ કરી હતી. […]

Gujarat Others
tharur 21 લાપતા / પ્રદીપસિંહ અચાનક લાપતા બનતા, પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના બરોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રદીપસિંહ સોલંકી લાપતા થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તલાટીમંત્રી ગુમ થયા બાદ પત્નીએ વગદાર વ્યક્તિ પર આક્ષેપ કરતા પોલીસતંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

સવારે ઘરેથી નોકરી માટે નીકળેલ પ્રદીપસિંહ મોડી  રાત્રે પણ ઘરે પરત ના ફરતા પરિવાર જનોએ શોધ ખોળ શરુ કરી હતી. કોઈ સગળ નામળતા તેમના પત્ની નસવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જો કે હજી સુધી પોલીસે અરજી લઇને શોધખોળ ચાલુ કરી હતી.

પંચાયતના કામ બાબતે તેઓ સતત ટેન્શમાં રહેતા હોવાનું તેમના પત્ની દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે પત્ની દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે કોઈ વગદાર વ્યક્તિ દ્વારા તેમના પતિ પ્રદીપસિંહને  વારંવાર ધમકી અને ટોર્ચર કરવામાં આવતા હતા. જેને કારણે તેમના પારિવારિક જીવન પર પણ અસર પડી હતી.

પ્રદીપસિંહના પત્નીની ફરિયાદ ને આધારે હાલ તો પોલીસે તેમની શોધખોળ શરુ કરી છે. તેમના મોબાઈલના લોકેશનના આધારે હાલ તેમની તપાસ શરુ કરવામાં આવી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.