New Delhi/ પ્રણવ મુખર્જીના પુત્રનો ‘The Presidential Memoirs’ ના પ્રકાશન સામે વિરોધ

દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીંનાં પુત્ર અભિજિત મુખર્જીએ તેમના સંસ્મરણ ‘The Presidential Memoirs‘ નાં પ્રકાશનને લઇને વાંધો ઉઠાવ્યો છે અને તેના પર રોક લગાવવાની માંગ કરી છે.

Top Stories India
a 229 પ્રણવ મુખર્જીના પુત્રનો 'The Presidential Memoirs' ના પ્રકાશન સામે વિરોધ

દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીંનાં પુત્ર અભિજિત મુખર્જીએ તેમના સંસ્મરણ ‘The Presidential Memoirs‘ નાં પ્રકાશનને લઇને વાંધો ઉઠાવ્યો છે અને તેના પર રોક લગાવવાની માંગ કરી છે. મંગળવારે, તેમણે પબ્લિકેશન હાઉસને ટેગ કર્યા અને એક સાથે અનેક ટ્વિટ કર્યા અને તેમને પહેલાં પુસ્તક વાંચવાની વિનંતી કરી અને પછી પ્રકાશિત કરવાની માંગ કરી.

તેમણે પોતાની ટવીટમાં માંગ કરી છે કે તેઓ સંસ્મરણનાં લેખક (પ્રણવ મુખરજી) નાં પુત્ર હોવાથી તેઓ પુસ્તકની સામગ્રી પ્રકાશિત થાય તે પહેલા એક વાર જોવાની ઇચ્છા રાખે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે તેમની લેખિત પરવાનગી લેવામાં આવે.

પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘The Presidential Memoirs‘ નાં લેખકનાં પુત્ર, હું તમને સંસ્મરણનું પ્રકાશન રોકી દેવામાં આવે, અને તે પણ ભાગોનો પણ કે જે પહેલા જ મારી લેખિત પરવાનગી વિના પસંદગીનાં મીડિયા પ્લેટફોર્મ પર ચાલે છે. મારા પિતા હવે નહીં હોવાથી મારે તેમના પુત્ર તરીકે પુસ્તક પ્રકાશિત કરતા પહેલા તેમની અંતિમ નકલની સામગ્રી વાંચવાની ઇચ્છા છે, કારણ કે મારું માનવું છે કે જો મારા પિતા જીવંત હોત, તો તેઓએ પણ આવું કર્યું હોત.’

તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું, ‘તેથી, તેમનો પુત્ર હોવાથી, હું તમને મારી લેખિત પરવાનગી વિના તેને પ્રકાશિત તુરંત રોકવાનો અનુરોધ કરુ છુ, જ્યા સુધી હુ આ કન્ટેન્ટને વાંચી ન લઉ. આ સંદર્ભમાં, મેં તમને એક વિગતવાર પત્ર મોકલ્યો છે, જે તમને ટૂંક સમયમાં મળશે. સાદર – અભિજિત મુખર્જી.

આપને જણાવી દઈએ કે, પ્રણવ મુખર્જીની યાદોનું આ પુસ્તક જાન્યુઆરી, 2021 માં પ્રકાશિત કરવામાં આવશે. તેમની પુસ્તકનાં અમુક અંશ ગત અઢવાડિયામાં જાહેર કરવામા આવેલ, જેમા સોનિયા ગાંધી અને મનમોહન સિંહની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હોવાનો ઉલ્લેખ હતો. જોકે, કોંગ્રેસે આ પુસ્તકો વાંચ્યા વિના આ અંશો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે તેમના પુત્ર અભિજીત મુખર્જીએ પુસ્તક પ્રકાશિત થાય તે પહેલાં વાંચવાની માંગ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…