Chirag Patel/ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભ્યને આપ્યું રાજીનામું

કોંગ્રેસના વધુ એક વિધાનસભ્ય કેસરિયા કરે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસના ખંભાતના વિધાનસભ્ય ચિરાગ પટેલ પંજો છોડીને કેસરિયા કરે તેવી વાત છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા. 

Top Stories Gandhinagar Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 8 1 કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભ્યને આપ્યું રાજીનામું

અમદાવાદઃ  કોંગ્રેસના વધુ એક વિધાનસભ્ય કેસરિયા કરે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસના ખંભાતના વિધાનસભ્ય ચિરાગ પટેલ પંજો છોડીને કેસરિયા કરે તેવી વાત છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા.

ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની પાંચ બેઠકો જીતવાની વ્યૂહરચના આગળ ધપી રહી છે. આ માટે તેની પાસે 175 ધારાસભ્યો હોવા જરૂરી છે. લોકસભા ચૂંટણી પૂર્વે એપ્રિલમાં રાજ્યમાંથી ધારાસભ્યની બેઠક ખાલી થાય છે તેથી આ વખતની બધી બેઠક ભાજપે ગુજરાતમાંથી જીતી લે તેમ માનવામાં આવે છે. ભાજપને રાજ્યસભાના એક ઉમેદવારને જીતાડવા 35 વિધાનસભ્યોના મતની જરૂર પડે છે. આમ તેની પાસે 156 બેઠકો હોવાથી તે આરામથી ચાર બેઠકો જીતશે. પણ થોડાથી ધરાય તે ભાજપ નહી. ભાજપને ગુજરાતમાંથી થોડા સમય બાદ ખાલી થનારી પાંચમી બેઠક જીતવી છે. આ માટે તેના 175 વિધાનસભ્ય હોવા જરૂરી છે. જ્યારે હાલમાં આ સંખ્યા 156 છે.

હવે 175નો આંકડો મેળવવાની કવાયતના આ જ વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે વિસાવદરના વિધાનસભ્ય ભૂપત ભાયાણીને આપમાંથી ખેરવ્યા છે અને કોંગ્રેસમાંથી ખંભાતના વિધાનસભ્ય ચિરાગ પટેલ પણ પંજો છોડીને કેસરિયા કરે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો પણ જાણે છે કે તેઓ તેમની તાકાત પર ચૂંટાયા છે. તેથી હવે તેઓ પણ ભાજપ સાથે જોડાવવા માટે પોતાના બાર્ગેઇન પાવરનો ઉપયોગ કરી રહ્યા છે.

અત્યારે કોંગ્રેસના ધારાસભ્યોમાં એક જ વાત છે. કેટલી સારી ઓફર મળે તો ભાજપમાં જવુ. તેને અનુસરતા જ ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી વિધાનસભ્ય તરીકે રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ જવાના છે. આના દ્વારા તેઓ એક કાંકરે બે પક્ષી મારશે. એક તો ભાજપની તેમની હાલની ટિકિટ અને આગામી ચૂંટણીની ટિકિટ બંને ફિક્સ થઈ જશે. ચિરાગ પટેલ પહેલી જ વાર વિધાનસભ્ય બન્યા છે. તે વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે અને દસમુ ધોરણે પાસ છે.

ખંભાતની ચૂંટણીમાં તે 3,711 મતથી જીત્યા હતા, તેમણે ભાજપના મયૂર રાવલને હરાવ્યા હતા. ચિરાગ પટેલ વાસણાના સરપંચપદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ