હર હર મહાદેવ/ પ્રાણનાથ મહાદેવ વિષણવેલ (વિષ્ણુવલ્લી) મહર્ષિ દધિચીની તપોભૂમિ વિષ્ણુવલ્લી….

જુનાગઢ જિલ્લાના માળિયા (હા) તાલુકામા આવેલ અતિ પૌરાણીક મહાદેવ નું મંદિર વિષણવેલ ગામે વ્રજની (મેગળ) નદી ના કિનારે પ્રાણનાથ મહાદેવ બિરાજમાન છે.

Religious Top Stories Dharma & Bhakti
Joonagadh Shivtemple પ્રાણનાથ મહાદેવ વિષણવેલ (વિષ્ણુવલ્લી) મહર્ષિ દધિચીની તપોભૂમિ વિષ્ણુવલ્લી....

@Mital Vadhiya

જુનાગઢ જિલ્લાના માળિયા (હા) તાલુકામા આવેલ અતિ પૌરાણીક મહાદેવ નું મંદિર વિષણવેલ ગામે વ્રજની (મેગળ) નદી ના કિનારે પ્રાણનાથ મહાદેવ બિરાજમાન છે.આ સ્થાન અતિ પવિત્ર હોવાનું માનવમા આવે છે કેમકે અહિયાં ઋષિ દધિચી ની તપોભૂમિ છે તથા ઋષિ દધિચી સ્થાપિત પ્રાણનાથ મહાદેવનું અતિ પૌરાણીક મહાદેવનું મંદિર અહિયાં આવેલ છે.

Joonagadh Shivtemple 1 પ્રાણનાથ મહાદેવ વિષણવેલ (વિષ્ણુવલ્લી) મહર્ષિ દધિચીની તપોભૂમિ વિષ્ણુવલ્લી....

પ્રાચીન સમયના પરમ તપસ્વી અને ખ્યાતિ પ્રાપ્ત મહર્ષિ દધિચી વૈદશાસ્ત્રના પૂર્ણ જ્ઞાની અને દયાળુ હતા માનવ કલ્યાણ માટે પોતાની અસ્થિનું દાન કરવા વાળા માત્ર મહર્ષિ દધિચી જ હતા મહર્ષિ દધિચી એ પોતાનું શરીર ત્યાગીને અસ્થિનું દાન કર્યું હતું.લોક કલ્યાણ માટે આત્મત્યાગ કરનારમા મહર્ષિ દધિચી નું નામ આદરથી લેવામાં આવે છે.મહર્ષિ દધિચી તપસ્યા અને પવિત્રતા ની પ્રતિમૂર્તિ હતા ભગવાન શિવ પ્રત્યે ની અતુટ ભક્તિ અને વૈરાગ્યમાં તેમની જન્મથી જ નિષ્ઠા હતી….

Joonagadh Shivtemple 2 પ્રાણનાથ મહાદેવ વિષણવેલ (વિષ્ણુવલ્લી) મહર્ષિ દધિચીની તપોભૂમિ વિષ્ણુવલ્લી....

પૌરાણીક કથાઓ અનુસાર ઇન્દ્ર્લોકમા વૃતાસુર નામના અશુર દ્વારા પોતાનો અધિકાર કરી લીધો હતો અને ઇન્દ્રદેવ તથા તમામ દેવલોક ના દેવોને દેવલોક માથી કાઢી મૂકવામાં આવ્યા હતા.તમામ દેવો પોતાની સમસ્યા લઈ બ્રમ્હા,વિષ્ણુ,મહેશ ની પાસે ગયા ત્યારે બ્રમ્હા જી દેવતાઓને ઉપાય બતાવ્યો પૃથ્વી લોકમા દધિચી નામના એક મહર્ષિ રહે છે તે પોતાની અસ્થિનું દાન કરે તો તે અસ્થિ માથી વ્રજ બનાવવામા આવે તો વૃતાસુર નામનો અસુર નું વધ શક્ય છે.મહર્ષિ દધિચી બ્રમ્હવિદ્યા નું જ્ઞાન પૂરા વિશ્વમાં માત્ર દધિચી પાસે હતું.ઇન્દ્રદેવ દ્વારા મહર્ષિ દધિચી ને પોતાની વ્યથા સંભળાવી ત્યારે દધિચી એ ઇન્દ્ર્ને કહ્યું કે દેવલોકની રક્ષા માટે હું શું કરી કશું ત્યારે તમામ દેવતાઓ એ તેમની અસ્થિઓનું દાન માંગ્યું.મહર્ષિ દધિચી એ વિના સંકોસે પોતાની અસ્થિનું દાન આપવા સ્વીકાર્યું અને સમાધીમાં બેસી ગયા પોતાનો દેહ ત્યાગ કરી દીધો.અને ઇન્દ્ર મહર્ષિ દધિચીની અસ્થિ લઈ વિશ્વકર્મા ની પાસે ગયા ભગવાન વિશ્વકર્મા એ અસ્થિ માથી વ્રજ નું નિર્માણ કર્યું અને ઇન્દ્ર ને સોપી દીધું.અને ફરી દેવતા અને અસુરોમાં યુધ્ધ થયું અને આ વ્રજ દ્વારા ઇન્દ્ર એ વૃતાસુરનો વધ કર્યો તથા તમામ અસુરોનું મૃત્યુ થયું.

Joonagadh Shivtemple 3 પ્રાણનાથ મહાદેવ વિષણવેલ (વિષ્ણુવલ્લી) મહર્ષિ દધિચીની તપોભૂમિ વિષ્ણુવલ્લી....

મહર્ષિ દધિચી ની તપોભૂમિ વિષ્ણુવલ્લી (વિષણવેલ) આ પવિત્ર ભૂમિ પર ઈ.સ.ની 13મી સદીના ઉતરાઘૅમા ગુજરાતમાં વિધર્મી આક્રમણો પૂરજોશમા થયા દિલ્હીના બાદશાહ અલ્લાઉદીન નો સેનાપતી ઉલુંધખાન ઈ.સ.૧૨૬૮ થી ૧૨૯૦ સુધીમા સોરઠમા આવ્યો હતો.સોમનાથ મંદિર ધ્વંસ કરી ઉલુધખાન પ્રભાસથી સમુદ્ર કિનારે આગળ વધ્યો તેને ચોરવાડ માં પળાવ નાખ્યો હતો અને વિષણવેલ (વિષ્ણુવલ્લી) પ્રાણનાથ મહાદેવ મંદિર તોડી ભ્રષ્ટ કર્યું હતું.આ મંદિર મધ્યકાલીન પ્રસિધ્ધ પ્રાણનાથ મહાદેવનું સ્થાન છે.જે વ્રજમી(મેગળ) નદીના કિનારે દેવધરા ને નામે ઓળખાતા ધરાને કાંઠે આ સ્થળ આવેલું છે.અને અહિયાં મહર્ષિ દધિચી ઋષિ નું આશ્રમનું સ્થાન છે.આ સ્થાન ઈ.સ.૧૩ મી સદીમા ઉલુંધખાને સોમનાથ લૂટયા પછી આ સ્થળે ધ્વંસ અને લુંટ કર્યાનું ઈતિહાસમા નોંધાયું છે તેથી એ સમયે આ સ્થાન જાહોજલાલી વાળું હશે તેમ માની શકાય.મંદિર સામે વ્રજમી(મેગળ) નદીમાં એક પવિત્ર કુંડ આવેલ છે.

Joonagadh Shivtemple 4 પ્રાણનાથ મહાદેવ વિષણવેલ (વિષ્ણુવલ્લી) મહર્ષિ દધિચીની તપોભૂમિ વિષ્ણુવલ્લી....
વર્તમાન સમયમાં પ્રાણનાથ મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર થયેલ છે અને શ્રાવણ માસ દરમ્યાન શિવ ભક્તોની ભીડ જામે છે.અને મંદિર પરિસર હર હર મહાદેવના નાદ થી ગુંજી ઊઠે છે.પ્રાણનાથ મહાદેવ ની પુજા અર્ચના મોહનપરી,હીરાપરી,જમનપરી,અને વર્તમાનમાં જયેશપરી કરી રહ્યા છે.મંદિર પરિસર માં દર વર્ષે ભાદરવા સુદ ૫ ના ઋષિ પંચમીનો ભવ્ય લોકમેળો યોજાય છે.આ સ્થળ ખૂબ જ રમણીય અને આહલાદક છે મંદિર પરિસર માંજ મહર્ષિ દધિચી ઋષિ નું મંદિર આવેલ છે.આ સ્થાન પર ઈ.સ.૧૯૮૯ માં વિષ્ણુ યજ્ઞ થયેલ હતો. મંદિર પરિચર માં પવિત્ર અને પૌરાણીક વડ અને પીપળો,આંબલી,રાયણના વૃક્ષો આવેલા હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે.અધ્યાત્મિક,પ્રકૃતિ પ્રેમી લોકોએ આ સ્થાન ની અવશ્ય મુલાકાત કરવી જોઈએ.

 

આ પણ વાંચોઃ Patan/પાટણ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચોઃ કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ/3900 કરોડના કૌભાંડના આક્ષેપ અંગે ઋષિકેશ પટેલનો પલટવાર

આ પણ વાંચોઃ Rajkot youth-Heart attack/કોરોના પછી રાજ્યમાં યુવાનોમાં વધ્યું હાર્ટએટેકનું પ્રમાણઃ રાજકોટના જેતપુરમાં યુવાનનું મોત

આ પણ વાંચોઃ ક્રાઈમ/સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચોઃ Smart City Award 2023/સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત, અમદાવાદ-વડોદરાને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ