Atiq Ahmed Shot Dead/ જય શ્રી રામના નારા અને ગોળીઓથી પ્રયાગરાજ હચમચી ઉઠ્યું,જાણો અતીક-અશરફની હત્યાની કહાણી,હત્યારાઓ પોલીસના સંકજામાં

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરો દ્વારા બંનેની હત્યા કરવામાં આવી હતી

Top Stories India
10 11 જય શ્રી રામના નારા અને ગોળીઓથી પ્રયાગરાજ હચમચી ઉઠ્યું,જાણો અતીક-અશરફની હત્યાની કહાણી,હત્યારાઓ પોલીસના સંકજામાં

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરો દ્વારા બંનેની હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનારા ત્રણેય લોકોએ જય શ્રી રામના નારા લગાવતા ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. પોલીસ બંનેનું મેડિકલ કરાવવા મેડિકલ કોલેજ પહોંચી હતી. દરમિયાન પોલીસ સુરક્ષા કોર્ડનમાં પ્રવેશીને હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અંધાધૂંધ ગોળીબારના કારણે પોલીસકર્મીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ઘણી ગોળીઓ વાગતાં અતીક અને અશર્દ સ્થળ પર જ ઢળી પડ્યા હતા.

 

 

 

આ હુમલો ત્યારે થયો જ્યારે અતીક મીડિયાના સવાલોના જવાબ આપવા આગળ વધ્યો. આથી હુમલાખોરે માફિયાના માથા પર પિસ્તોલ તાકી હતી. એટલું જ નહીં તેના અન્ય બે સાથીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેણે પોલીસની સામે હાથ ઉંચો કરીને સરેન્ડર પણ કર્યું હતું. પોલીસે હુમલાખોરોને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી પિસ્તોલ કબજે કરી છે. આ હુમલામાં એક જવાનને પણ ગોળી વાગી છે, જેની ઓળખ માન સિંહ તરીકે થઈ છે.