Not Set/ નગરપાલિકામાં અપક્ષોના શાસનનો અકાળે અંત, પાલિકા પ્રમુખ સંજય સોનીએ ધારણ કર્યો કેસરિયો

માત્ર ચાર જ મહિનામાં શહેરના સર્વાંગી વિકાસ માટે કે પાછી પોતાના વિકાસ માટે કેસરિયો ધારણ કર્યાની ચર્ચા 

Top Stories Gujarat Others
aparajita 10 નગરપાલિકામાં અપક્ષોના શાસનનો અકાળે અંત, પાલિકા પ્રમુખ સંજય સોનીએ ધારણ કર્યો કેસરિયો

ગોધરા નગર પાલિકાના પ્રમુખ સંજય સોની આજરોજ ભા.જ.પ.માં જોડાઈ જતા પૂર્વ (ભા.જ.પ.)માં જશ્નનો માહૌલ તો પશ્ચિમ (અપક્ષો)માં આઘાત..!!

ગોધરા નગર પાલિકાના સત્તા કારણમાં ભારે હલચલ સર્જનારી વધુ એક ઘટનામાં અપક્ષ સદસ્યોની બહુમતીઓમાં ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખીને પ્રમુખ બનેલા સંજય સોની આજરોજ કમલમ ખાતે વિધિવત ભા.જ.પ.માં જોડાઈ જતા અપક્ષ સદસ્યોની છાવણીમાં જાણે સાંપ સૂંઘી ગયો હોય એવા જબરદસ્ત સન્નાટો વ્યાપી ગયો છે. ગોધરા નગરપાલિકામાં અપક્ષોની સરકારમાંથી ખુદ સેનાપતિ જ લશ્કરને છોડીને ભા.જ.પ.માં “દૂધમાં સાકર ભળે”એમ જોડાઈ જતા હવે ગોધરા નગરપાલિકામાં અપક્ષોના શાસનના અકાળે અંત સાથે ભા.જ.પ.નો કેસરિયો ધ્વજ ફરકતો થયો હોવાના આ વધામણાઓમાં ગોધરા નગર પાલિકા કચેરી બહાર ભા.જ.પ. સદસ્યો અને અગ્રણી કાર્યકરો દ્વારા ધૂમ ધડાકા સાથે દારૂખાનું ફોડવામાં આવ્યું હતું. આ અવાજ સાંભળીને પશ્ચિમ વિસ્તારના અપક્ષ સદસ્યો પણ શૂન્યમસ્ક બની ગયા હોવાનો તિખારો દેખાયો હતો.!!

ગોધરા નગરપાલિકામાં ચાર મહિના પૂર્વે ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખીને બહુમતી અપક્ષ સદસ્યોના ટેકાથી વટભેર સંજય સોનીને પ્રમુખ અને અક્રમ પટેલ ઉપપ્રમુખ પદે બેસાડ્યા બાદ કેટલાક અપક્ષ સદસ્યોમાં મલાઈદાર સમિતિઓ માટે શરૂ થયેલા આ “આંતરકલહ”ની સોદાબાજીઓ વચ્ચે અપક્ષમાં રહેલ ભા.જ.પ.દ્વારા નગરપાલિકાની તમામ સમિતિઓની રચનાઓ કરીને રથયાત્રાના વિજય મુહૂર્તમાં દરેક અધ્યક્ષોએ ચેમ્બરોનો હવાલો લઈ લીધો હતો. ગોધરા નગરપાલિકામાં વિજય મુહૂર્તમાં સમિતિઓની સત્તાઓ સંભાળી લેવાના ભા.જ.પ.ના આ માસ્ટર સ્ટ્રોક બાદ આજરોજ ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોની આજરોજ ગોધરા સ્થિત ભા.જ.પ.ના કમલમ કાર્યાલયમાં પંચમહાલ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ અશ્વિન પટેલ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મહામંત્રીઓ મયંક દેસાઈ, કુલદીપસિંહ સોલંકી, શહેર ભા.જ.પ.પ્રમુખ દિલીપ દસાડીયા અન્ય સદસ્યો સાથે ભા.જ.પ.માં જોડાઈ જઈને ભા.જ.પ.નો ખેસ ધારણ કરતા ગોધરા નગર પાલિકામાં અપક્ષ સરકારના શાસનના અંત સાથે ભા.જ.પા.એ સંપૂર્ણ સત્તાઓ હાંસલ કરી લીધી છે.

ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોની ખુદ ભા.જ.પ.માં જોડાઈ જઈને અપક્ષ સદસ્યોની બોલતી બંધ કરી દીધી છે.  ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોનીએ ભા.જ.પ. પ્રવેશ બાદ ગુજરાતમાં સત્તાધારી ભા.જ.પ. સરકારના વિકાસથી પ્રભાવિત થઈને ગોધરા શહેરના સર્વાંગી વિકાસ માટે શહેરીજનોના હિતને ધ્યાને રાખીને જોડાયા હોવાનું જણાવ્યું હતું.

પરંતુ હકીકત કાઈ અલગ છે અને દુઃખએ હતું કે ગોધરા નગર પાલિકા માં સત્તા હાંસલ કર્યા બાદ કેટલાક અપક્ષ સદસ્યોની મલાઈદાર સમિતિના ચેરમેન બનવા માટે શરૂ થયેલ રાજકીય બ્લેક મેંઈલિંગની રાજનીતિમાં ભા.જ.પ.ને ટેકો કરી દેવાની વારંવારની ધમકીભર્યા ઉચ્ચારણો સામે ખુદ પ્રમુખ સંજય સોનીએ ભા.જ.પ.માં વિધિવત પ્રવેશ કરીને અપક્ષ સદસ્યોની બોલતી તો બંધ કરી દીધી છે. હવે આજકાલમાં સંજય સોનીના ટેકેદાર અપક્ષ સદસ્યો પણ ભા.જ.પ.માં જોડાઈ જશે એવા સંકેતો આપ્યા હતા. ભા.જ.પ.ના “ઓપરેશન ગોધરા નગર પાલિકા”માં અંતે અપક્ષોની સત્તાના અંત સાથે ભા.જ.પ.ના શ્રીગણેશ..!!

રાજકોટ / ધો.12માં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ, જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝડપી વિદ્યાર્થીનીને