નવરાત્રિ પર્વ પુરૂ થવાની સાથે હવે અમદાવાદ શહેરમાં દિવાળી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરનાં લગભગ 300 જેટલા ફટાકડાનાં વેપારીઓએ અમદાવાદ ફાયર વિભાગ પાસેથી NOC ની માંગ કરી છે. જે સ્થળ તપાસ બાદ મંજુર કરાઈ છે. આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના હોવાનું જાણવા મળેલ છે.
નવરાત્રિ ગઇ અને હવે દિવાળીની લોકો ખૂબ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિવાળીની ફાટકડાનાં વેપારીઓ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ફટાકડાનાં વેચાણ માટે ફાયર બકેટ રાખવા સૂચના આપવામાં આવી છે. કુલ 300 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી ડોમ જેવા સ્ટ્રકચરમાં પ્રવેશનો નિર્ણય હેલ્થ વિભાગ નકકી કરશે.