Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની મ્યાનમાર મુલાકાતમાં ત્યાંના લોકોને આપી આ બે ભેટ

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર અર્પણ કર્યું છે. આ આધુનિક સેન્ટરનું નિર્માણ બંને દેશો વચ્ચે થયેલાં MOU અંતર્ગત કરવામાં આવ્યું છે. આ MOU રિસર્ચ માટે અને મ્યાનમારનાં વિધાર્થીઓ અને વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતા વધારવા માટે થયો હતો. આ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન આધુનિક સેન્ટર મ્યાનમારનાં […]

Top Stories World
ram nath kovind 2 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની મ્યાનમાર મુલાકાતમાં ત્યાંના લોકોને આપી આ બે ભેટ

ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર અર્પણ કર્યું છે.

આ આધુનિક સેન્ટરનું નિર્માણ બંને દેશો વચ્ચે થયેલાં MOU અંતર્ગત કરવામાં આવ્યું છે. આ MOU રિસર્ચ માટે અને મ્યાનમારનાં વિધાર્થીઓ અને વૈજ્ઞાનિકોની કાર્યક્ષમતા વધારવા માટે થયો હતો.

આ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન આધુનિક સેન્ટર મ્યાનમારનાં લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા – મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા ફંડ આપવામાં આવ્યું છે.

આ આધુનિક સેન્ટર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચની ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને યેઝીન એગ્રીકલ્ચરલ યુનિવર્સીટીની પાર્ટનરશીપમાં ચલાવવામાં આવશે.

આ સિવાય ઇન્ડિયા – મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ અંતર્ગત રાઈસ બાયો પાર્કની પણ ભેટ આપવામાં આવી છે.