VISIT/ દિવની મુલાકાત લેનારા કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ, અગાઉ આ રાષ્ટ્રપતિ આવી ચુક્યા છે દિવ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ દિવની મુલાકાતે આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 25 દિવની મુલાકાત લેનારા કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ, અગાઉ આ રાષ્ટ્રપતિ આવી ચુક્યા છે દિવ

@સોનલ અનડકટ, અમદાવાદ

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે દિવ
  • દિવની મુલાકાત લેનારા કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ
  • અગાઉ પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જી આવી ચુક્યા છે દિવ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ દિવની મુલાકાતે આવી રહ્યા છે. 25મી ડિસેમ્બરના નાતાલના દિવસે રાષ્ટ્રપતિ ખાસ હેલીકોપ્ટર મારફત દિવ પહોંચશે. દિવની મુલાકાત લેનારા રામનાથ કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ છે. દિલ્હીથી 25મીએ તેઓ રાજકોટ આવશે અને રાજકોટથી 12-25 મિનીટે ખાસ હેલીકોપ્ટર મારફત દિવ જશે. રાષ્ટ્રપતિ સાથે તેમનો પરિવાર પણ દિવ આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પહેલા બે રાષ્ટ્રપતિ દિવની મુલાકાત લઈ ચુક્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ બે વખત દિવ આવી ચુક્યા છે. તેમણે દિવ ખાતે સર્કીટ હાઉસનું ઉદઘાટન કર્યુ હતુ. પ્રણવ મુખરજી પણ અગાઉ દિવ ફેસ્ટીવલનુ ઉદઘાટન કરી ચુક્યા છે. હવે દિવની મુલાકાત લેનારા રામનાથ કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ છે.

How much educated is President Ramnath Kovind Click here to know - News Crab | DailyHunt

રાષ્ટ્રપતિના કાર્યક્રમ પર નજર કરીએ તો 25મીએ બપોરે 1-35 વાગ્યે તેઓ દિવ એરપોર્ટ પર પહોંચશે. દિવ પહોંચ્યા  બાદ બપોરે બે વાગ્યે જલંધર બીચ ખાતે સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે. દિવમાં રાત્રિ રોકાણ બાદ 26મીએ સવારે 10-35 વાગ્યે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરશે. સવારે 11-30 થી 12-30 દરમિયાન દિવમાં ફોર ટ્રેક રોડ સહિતના કામોનુ ખાતમુર્હુત કરશે. બાદમાં સાંજે 6-20 વાગ્યે ફૂડકોર્ટ અને સ્ટોલનું ઉદઘાટન કરશે. મોડી સાંજે આઈએનએસ ખુકરી મેમોરિયલનું ઉદઘાટન કરશે અને સાથે સાથે સાંસકૃતિક કાર્યક્રમ નિહાળશે. રાત્રે ભવ્ય ભોજન સમારોહ યોજાશે.

President Ram Nath Kovind bats for translating High Court verdicts in local languages | India News,The Indian Express

27મીએ રાષ્ટ્રપતિ સાંજે 4 વાગ્યે ઘોઘલા બીચની મુલાકાત લેશે. સાંજે 6-55થી 7-40 દરમિયાન દિવના પ્રખ્યાત કિલ્લાની મુલાકાત લેશે. કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરાશે. સાંજે 7-40 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

28મીએ સવારે 10-30 વાગ્યે રાષ્ટ્રપતિ દિવથી રાજકોટ જવા રવાના થશે. 11-35 વાગ્યે રાજકોટ એરપોર્ટ પહોંચશે,જ્યાં તેમનું સ્વાગત કરાશે. 11-45 વાગ્યે તેઓ રાજકોટ એરપોર્ટથી જ દિલ્હી જવા રવાના થશે.

President Ramnath Kovind will pay a three-day visit to Karnataka from Oct 10

રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે દિવમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. રાજકોટ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું અધિકારીઓ અને નેતાઓ ખાસ સ્વાગત કરશે. માત્ર 30 જેટલી માર્યાદિત સંખ્યામાં જ અધિકારીઓ અને નેતાઓ હાજર રહેવાના હોય, તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એરપોર્ટ ખાતે ખાસ ગ્રીન કોરીડોર બનાવાશે અને સર્કીટ હાઉસને પણ સેનેટાઈઝ્ડ કરવાનો આદેશ આપી દેવાયો છે. રાષ્ટ્પતિ રાજકોટથી એરફોર્સના ખાસ પ્લેન મારફત દિલ્હી જશે.

Covid-19 / સલામ છે માસિક ધર્મ દરમિયાન પણ કલાકો સુધી PPE કીટ પહેરીને ફરજ…

Junagadh / સિંહ બન્યો માનવભક્ષી, 14 વર્ષીય દીકરીને ફાડી ખાધી…

Amreli / રાજ્યભરના ખેડૂતોમાં વધતો ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ…

Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…