Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત,દ્વારકાધીશના કરશે દર્શન

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવવાના છે, તે 24 માર્ચે રાજ્યની મુલાકાતે આવશે એવું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Top Stories Gujarat
17 8 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત,દ્વારકાધીશના કરશે દર્શન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત પ્રવાસે
24 માર્ચના રોજ ગુજરાત આવશેઃ સૂત્ર
દ્વારકા અને જામનગર ખાતે કાર્યક્રમમાં લેશે ભાગ
ગુ.વિધાનસભાને પણ સંબોધન કરશે રાષ્ટ્રપતિ

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવવાના છે, તે 24 માર્ચે રાજ્યની મુલાકાતે આવશે એવું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારકા અને જામનગરના કાર્યક્રમમાં પણ ભાગ લશે, આ ઉપરાંત ગુજરાત વિધાનસભાને પણ સંબોધન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 25 માર્ચે INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે ત્યારે 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેના માટે પોલીસ તંત્રને રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દ્વારકાધીશની મુલાકાતને પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. જિલ્લા પોલીસ વડા સ દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને જરુરી સૂચન પણ આપ્યા હતા. મંદિરમાં રાષ્ટ્રપતિની સુરક્ષા બાબતે પોલિસ વડાએ સમીક્ષા પણ કરી હતી. દેવસ્થાન સમિતિની બેઠકમાં કલેક્ટર  અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.