મુલાકાત/ રાષ્ટ્રપતિ આજથી જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે, દશેરા પર્વની ઉજવણી સેનાના જવાનો સાથે કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે લદ્દાખમાં દ્રાસ ખાતે લશ્કરી જવાનો સાથે દશેરા પર્વની ઉજવણી કરશે,રાષ્ટ્રપતિ આજથી કાશ્મીરના બે દિવસના પ્રવાસે

Top Stories
kashmir રાષ્ટ્રપતિ આજથી જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે, દશેરા પર્વની ઉજવણી સેનાના જવાનો સાથે કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે લદ્દાખમાં દ્રાસ ખાતે લશ્કરી જવાનો સાથે દશેરા પર્વની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ ગુરુવારથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તે પ્રવાસની શરૂઆત લદ્દાખથી કરશે. 14 ઓક્ટોબરે તેઓ લેહના સિંધુ ઘાટ પર સિંધુ દર્શન પૂજામાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ ભવનથી જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, 14 ઓક્ટોબરની સાંજે રામ નાથ કોવિંદ જમ્મુ -કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં લશ્કરી જવાનોને પણ મળશે. 15 ઓક્ટોબરે તેઓ ફરી લદ્દાખ જશે, જ્યાં તેઓ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ  લશ્કરી અધિકારીઓ અને સૈનિકોને મળવાનો પણ કાર્યક્રમ છે.

રાષ્ટ્રપતિ સામાન્ય રીતે નવી દિલ્હીમાં જ દશેરાની ઉજવણીમાં ભાગ લેતા આવ્યા છે. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિએ દ્રાસમાં લશ્કરી જવાનો સાથે દશેરાની ઉજવણી કરીને તેમનું મનોબળ વધારવાનો નિર્ણય કર્યો છે