Not Set/ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પ્રેસ કોન્ફન્સ, સરકાર પર કર્યા આક્ષેપો

પોરબંદર મિલ્ક યુનિયન ની ગઈ કાલે એક  પ્રેસ કોંનફરન્સ યોજાઈ હતી અને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવિયાએ કરેલા અમુલ દૂધ ઉત્પાદકોના ખાનગીકરણ થઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. ત્યારે આજે  અર્જુન મોઢવાડીયા ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર પર આક્ષેપો કરવામાં અવ્યા હતા. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,અડધી સદી ની સરકારી આગેવાનોની મેહનત […]

Top Stories Gujarat
arjun modhvadia 660 103012112845 કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પ્રેસ કોન્ફન્સ, સરકાર પર કર્યા આક્ષેપો

પોરબંદર મિલ્ક યુનિયન ની ગઈ કાલે એક  પ્રેસ કોંનફરન્સ યોજાઈ હતી અને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવિયાએ કરેલા અમુલ દૂધ ઉત્પાદકોના ખાનગીકરણ થઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. ત્યારે આજે  અર્જુન મોઢવાડીયા ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર પર આક્ષેપો કરવામાં અવ્યા હતા.

અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,અડધી સદી ની સરકારી આગેવાનોની મેહનત પાણી મા ફેરવું અમુલનું ખાનગીકરણ કરવાની શરૂવાત થઈ ચૂકી છે. પોરબંદરમા સંઘે પોતે પેકેજીગ અને પ્રોસેસિંગ પ્લાન પોતે કરવાને બદલે કામધેનુને બાબુ બોખરીયાના દબાણ થી પેકીંગ  પ્રોસેસિંગની પ્રોસેસ સોંપાઈ રહી છે.

જેનાથી ખેડૂતોને લૂંટવાનો કારસો અમુલના આશીર્વાદ થી થઈ રહ્યો છે. પોરબંદર મા દૂધ ઉત્પાદક મા બાબુ બોખરીયાના માણસો છે. ત્યારે આ અંગે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.. એટલું જ નહિ અમુલ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર આર.એસ.શોઢી પર પણ આક્ષેપો લગાવ્યા હતા અને તેમને સરકારના માણસ કહ્યા હતા..

એમ પણ જણાવ્યું હતું કે સોંઢીનો રોલ તેમને શંકાસ્પદ લાગી રહ્યો છે. ત્યારે બાબુ બોખરીયા અને સોઢીની મુલાકાત થયા પછી આ  નવી રજીસ્ટર લેવામાં આવ્યું છે તેમ પણ કહ્યું હતું અને પ્રોસેસિંગ  પ્લાનટનો પ્રતિ લીટર 4 રૂપિયા નફો કર્યો  છે. જે ખેડૂતોને  આપવાનો હોય છે. પણ હવે આ નફો કામધેનુ લઇ જશે. ત્યારે આ ખાનગીકરણથી ખેડૂતોની રોજગારી છીનવાઈ જશે અને તેઓ બેરોજગાર થઇ જશે. જેથી હવે આ ખાનગીકરણ પર રોક લગાવવાની માંગ અર્જુન મોઢવાડીયા ઘ્વારા કરવામાં આવી હતી.