Not Set/ 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ 7 સીટર રેનોલ્ટ ટ્રાઇબરની, જાણો તેના ફીચર્સ

લાંબી પ્રતીક્ષા બાદ રેનોલ્ટે આખરે ભારતીય બજારમાં એમપીવી ટ્રાઇબર લોન્ચ કર્યું છે. કંપનીએ આ કારને હજી સુધી કોઈ વૈશ્વિક બજારમાં રજૂ કરી નથી, એટલે કે તે કારની વૈશ્વિક એન્ટ્રી છે. પૈન ઈન્ડિયા એક્સ શોરૂમનાં ભાવની વાત કરીએ તો રેનોલ્ટ ટ્રાઇબરની પ્રારંભિક કિંમત રૂ 4.95 લાખ રૂપિયા છે. આ કાર ચાર ટ્રીમમાં ઉપલબ્ધ છે – આરએક્સઇ, […]

Tech & Auto
20190828120018 Renault Triber launch 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ 7 સીટર રેનોલ્ટ ટ્રાઇબરની, જાણો તેના ફીચર્સ

લાંબી પ્રતીક્ષા બાદ રેનોલ્ટે આખરે ભારતીય બજારમાં એમપીવી ટ્રાઇબર લોન્ચ કર્યું છે. કંપનીએ આ કારને હજી સુધી કોઈ વૈશ્વિક બજારમાં રજૂ કરી નથી, એટલે કે તે કારની વૈશ્વિક એન્ટ્રી છે. પૈન ઈન્ડિયા એક્સ શોરૂમનાં ભાવની વાત કરીએ તો રેનોલ્ટ ટ્રાઇબરની પ્રારંભિક કિંમત રૂ 4.95 લાખ રૂપિયા છે. આ કાર ચાર ટ્રીમમાં ઉપલબ્ધ છે – આરએક્સઇ, આરએક્સએલ, આરએક્સટી અને આરએક્સઝેડ. કંપનીનો દાવો છે કે તેઓએ આ કારમાં 30 ક્લાસ લીડિંગ ફીચર આપ્યા છે.

9akgn36o renault triber 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ 7 સીટર રેનોલ્ટ ટ્રાઇબરની, જાણો તેના ફીચર્સ

રેનોલ્ટનાં દાવા મુજબ, આ કારમાં 30 ક્લાસ લીડિંગ ફીચર્સમાં ઇજીફિક્સ સીટ્સ, એસયુવી સ્કીડ પ્લેટ્સ, એલઇડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર્સ, બીજી અને ત્રીજી રો માટે ટ્વિન એસી વેન્ટ્સ અને 8 ઇંચની ટચસ્ક્રીન મીડિયાનૈવ એવોલ્યુશન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. કારને 182 એમએમની ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.

triberint 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ 7 સીટર રેનોલ્ટ ટ્રાઇબરની, જાણો તેના ફીચર્સ

એમપીવી એક ફ્રેશ લુકિંગ સ્ટાઇલ સાથે આવે છે. કારમાં સ્પોર્ટી રેનો સિગ્નેચરવાળા કંટેમ્પરરી ફ્રંટ ગ્રીલ, પ્રોજેક્ટર હેડલેમ્પ, સ્પોર્ટી વ્હીલ આપવામાં આવેલ છે. કેબિનમાં સ્પેસ અને કંમ્ફર્ટ બંનેને ધ્યાનમાં લેવામાં આવેલ છે. કારમાં ચાર એરબેગ છે, જે ક્લાસ લીડિંગ છે. આ સાથે, વિસ્તૃત વોરંટી પેકેજ અને વાર્ષિક મેન્યુઅલ મેઇન્ટેનન્સ ઓછા ભાવે ઉપલબ્ધ થશે. રેનોલ્ટે આ દાવો કર્યો છે.

Triber Seating 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમત છે આ 7 સીટર રેનોલ્ટ ટ્રાઇબરની, જાણો તેના ફીચર્સ

કારમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન છે, જે શક્તિ અને ક્ષમતાનું સંયોજન છે. આ એન્જિન 72 હોર્સપાવરની શક્તિ પ્રદાન કરે છે. આ સાથે, કંપની 5 સ્પીડ યુનિટ સાથે મેન્યુઅલ ગિયરબોક્સ પ્રદાન કરી રહી છે. રેનોલ્ટ દાવો કરે છે કે, એમપીવી લો કોસ્ટ મેઇન્ટેનન્સની સાથે આવશે. ટ્રાઇબરમાં 84 લીટરનો બૂટ સ્પેસ આપવામાં આવ્યો છે. કારની પાછળની સીટને કાઠી શકાય છે અને તેમા તમારો ઘણો સામાન તમે મૂકી શકો છો. આ કારની કિંમત 4.95 લાખથી 6.49 લાખ રૂપિયા છે.

Image result for renault triber interior

કારમાં એલઇડી ડીઆરએલ, રિયર વોશ વાઇપ, પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ, પાવર વિંડો, પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવેલ છે. કારનાં ટોપ વેરિયન્ટમાં રિયર પાર્કિંગ સેન્સર્સ અને ફ્રન્ટ સાઇડ એરબેગ્સ જેવી સુવિધાઓ મળે છે. ટ્રાઇબર આરએક્સઇની કિંમત 4.95 લાખ રૂપિયા છે, ટ્રાઇબર આરએક્સએલની કિંમત 5.49 લાખ રૂપિયા છે, ટ્રાઇબર આરએક્સટીની કિંમત 5.99 લાખ રૂપિયા છે અને ટ્રાઇબર આરએક્સઝેડની કિંમત 6.49 લાખ રૂપિયા છે. આ તમામ કિંમતો એક્સ શોરૂમની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.