Not Set/ પટના યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પહોંચ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે પહોચી ચુક્યા છે. યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર, રાજ્યપાલ સતપાલ મલિક અને ઉપમુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી પણ સામેલ છે. શતાબ્દી ફંક્શનના કાર્યક્રમમાં પટણા યુનિવર્સિટીના કુલપતિ રાસ બિહારી પ્રદાસ સિંહે પી.એમ. મોદીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ જણાવ્યું કે, પી.એમ. નરેન્દ્ર મોદી પ્રથમ […]

Top Stories
પટના યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પહોંચ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે પહોચી ચુક્યા છે. યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર, રાજ્યપાલ સતપાલ મલિક અને ઉપમુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી પણ સામેલ છે. શતાબ્દી ફંક્શનના કાર્યક્રમમાં પટણા યુનિવર્સિટીના કુલપતિ રાસ બિહારી પ્રદાસ સિંહે પી.એમ. મોદીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ જણાવ્યું કે, પી.એમ. નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન છે, જે તેઓ પીએમ તરીકે પટના યુનિવર્સિટી પહોચ્યા છે. આ પહેલાં પટણા એરપોર્ટ પર પી.એમ નરેન્દ્ર મોદીનું સ્વાગત સી.એમ. નીતીશકુમાર અને રાજ્યપાલ સતપાલ મલિકે કર્યું હતું.

પટણા યુનિવર્સિટીમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિતિ બાબતે રવિ શંકર પ્રસાદે કહ્યું, આપણા માટે ગર્વની વાત છે કે વડાપ્રધાન આપણી યુનિવર્સિટીમાં આવી રહ્યા છે. તેજસ્વી ભૂતકાળને પાછો લાવવાનો અમારો હેતુ છે.

મહત્વનું છે કે, ભાજપ અને જેડીયુના ગઠબંધન બાદ વાદપ્રધાના નરેન્દ્ર મોદીની આ બીજી મુલાકાત છે. સરકારના ગઠણ બાદ આ પહેલી વાર છે, જ્યારે વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર જાહેર શોમાં એક સાથે હાજર રહેશે.