National/ પીએમ મોદી પોતાને મળેલી કિંમતી ભેટનો આ રીતે કરે છે ઉપયોગ જાણો

બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતના સીએમ પદ છોડીને નરેન્દ્ર મોદી જ્યારે પીએમ પદના શપથ લેવા દિલ્હી આવી રહ્યા હતા ત્યારે તેઓ પોતાના પગારમાંથી એક રૂપિયો પણ સાથે લાવ્યા ન હતા.

Mantavya Exclusive India
Untitled 18 13 પીએમ મોદી પોતાને મળેલી કિંમતી ભેટનો આ રીતે કરે છે ઉપયોગ જાણો

હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઉપર ચિંદિચોરીનો આરોપ લાગ્યો હતો. તેઓ એ પોતાને મળેલી મોંઘી ભેટનો બારોબાર વહીવટ કરી નાખ્યો હતો.ત્યારે આવો આજે આપણે જાણીએ કે આપણાં દેશના વડાપ્રધાન પોતાને મળેલી મોંઘી ભેટનો કેવી રીતે ઉપયોગ કરે છે.

વડાપ્રધાન મોદીના જીવન વિશે ઘણી બધી વાતો સાર્વજનિક થઈ ચૂકી છે, પરંતુ હવે કેટલીક એવી વાતો સામે આવી છે જે બધાને ચોંકાવી દે છે. પીએમ મોદીએ પણ પોતાની કિંમતી ભેટની હરાજી કરીને મળેલી રકમ દાનમાં આપી દીધી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતના સીએમ પદ છોડીને નરેન્દ્ર મોદી જ્યારે પીએમ પદના શપથ લેવા દિલ્હી આવી રહ્યા હતા ત્યારે તેઓ પોતાના પગારમાંથી એક રૂપિયો પણ સાથે લાવ્યા ન હતા.

‘મોદી ગુજરાતમાંથી એક રૂપિયો પણ નથી લાવ્યા’

Modistory.in સાથે વાત કરતાં ગુજરાતના સાંસદ નરહરિ અમીનએ જણાવ્યુ હતું કે, ‘નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારપછી જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હી આવ્યા અને વડા પ્રધાન બન્યા ત્યારે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમને જે પગાર મળતો હતો, સરકાર તરફથી ગમે તેટલી આર્થિક મદદ મળતી હતી, કુલ મળીને 35 થી 40 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા થતા હતા. મોદી સાહેબ આમાંથી એક પૈસો પણ દિલ્હી લાવ્યા નથી.

‘આઝાદીના 70 વર્ષ પછી પણ કોઈ નેતા આવું કરી શકે ? : નરહરિ અમીન કહે છે કે ‘સુરક્ષા, કર્મચારીઓ, પટાવાળા, રસોડામાં કામ કરતા કામદારો, સફાઈ કામદારો કે જેમણે નરેન્દ્ર મોદી સાથે 12 વર્ષ સુધી કામ કર્યું’ તેમને  તમામ પૈસા વહેંચી દીધા હતા. આઝાદીના 70 વર્ષ પછી પણ કોઈ રાજકીય વ્યક્તિએ ભલે તે ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે અન્ય કોઈએ પોતાનું પદ છોડતી વખતે આવું નથી કર્યું પરંતુ મોદીજીએ કરી બતાવ્યું.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી જે પણ ભેટ મળે છે, તેની હરાજી કરવામાં આવે છે. આ માટે pmmementos.gov.in વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. જ્યાંથી કોઈપણ વ્યક્તિ બોલી લગાવીને પીએમ મોદીને મળેલી ભેટ ખરીદી શકે છે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2021ના રોજ તેમના જન્મદિવસના અવસર પર ભેટોની હરાજી કરી હતી. ત્યાર બાદ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે હરાજીમાંથી એકત્ર થનારી રકમ નમામી ગંગે પ્રોજેક્ટ પર ખર્ચવામાં આવશે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે મળેલી ભેટની ત્રણ વખત બોલી લગાવવામાં આવી છે.

Photos/ દક્ષિણ આફ્રિકામાં 60 વર્ષ બાદ એવું પૂર આવ્યું કે પગ તળેથી જમીન સરકી ગઈ, જુઓ કેટલીક ચોંકાવનારી તસવીરો