Centenary Festival / વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનાં કર્યા વધામણાં- શુભેચ્છા સંદેશ

Centenary Festival     બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ – પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે

Gujarat Gujarat Assembly Election 2022 Dharma & Bhakti
Centenary Festival 

Centenary Festival     બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ – પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંદોશો પાઠવ્યો છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ સંદેશામાં ઉલ્લેખ કર્યો છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પ્રસંગે પુણ્યઆત્માને પ્રણામ કરૂ છું.વડાપ્રધાને અનેક પ્રસંગે પ્રમુખસ્વામીના પ્રેરક કિસ્સાઓ પણ યાદ કર્યા હતા. કચ્છના ભૂંકપમાં રાગત અને સેવા પ્રદાનની યાદ હમેંશા જીવત રહેશે.

 

 

2 વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનાં કર્યા વધામણાં- શુભેચ્છા સંદેશ

પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આગામી તા.15 ડિસે. થી તા.15 જાન્યુ. સુધી ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે, સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ ખાતે યોજાશે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં તા.14મી ડિસે.ના પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદઘાટન સમારોહ યોજાશે.તા.15 ડિસે.ના આંતર રાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનું ઉદઘાટન. તા.16ના સંસ્કૃતિ દિન, તા.17ના પરાભકિત દિન, તા.18ના મંદિર ગૌરવ દિન, તા.19ના ગુરુ ભકિત દિન, તા.20ના સંવાદિતા દિન, તા.21ના સમરસતા દિન, તા.22 ડિસે.ના આદિવાસી ગૌરવ દિન ઉજવાશે.તા.23મીના અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉજવણી થશે. તા.24મીના વ્યસન મુકિત જીવન પરિવર્તન દિન, તા.25ના રાષ્ટ્રીય સંત સંમેલન, તા.26ના સ્વામિનારાયણ સંત સાહિત્ય- લોક સાહિત્ય દિન ઉજવાશે.તા.27મીના વિચરણ સ્મૃતિ દિન તા.28મીના ઉજવણી સેવા દિન તરીકે કરાશે. તા.29મી ના પારિવારિક એકતા દિન, તા.30ના સંસ્કાર અને શિક્ષણ દિન, તા.31 ડિસે.ના દર્શન, શાસ્ત્ર દિન તરીકે ઉજવાશે.

મધ્યાહને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં મુખ્યત્વે વિવિધ વિષયના કાર્યક્રમો યોજાશે તેની સૂચિ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ જાહેર કરી છે

Gujarat Assembly Election 2022/ચૂંટણી પહેલા રેકોર્ડ 750 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત