Gujarat/ વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, 21 એપ્રિલે દાહોદમાં ભવ્ય જનસભાને સંબોધશે

વડાપ્રધાન મોદી એપ્રિલ મહિનામાં 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ બે જંગી જનસભાને સંબોધન કરશે. 21 અને 22 એપ્રિલના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી દાહોદથી વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે.

Top Stories Ahmedabad Gujarat
modi

વડાપ્રધાન મોદી એપ્રિલ મહિનામાં 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ બે જંગી જનસભાને સંબોધન કરશે. 21 અને 22 એપ્રિલના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી દાહોદથી વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને કરી હતી. 21 એપ્રિલે દાહોદ ખાતે આદિવાસી સંમલેનને વડાપ્રધાન મોદી સંબોધન કરશે. જેમાં 5 લાખથી વધુ આદિવાસીઓ હાજર રહેશે.

દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના કાર્યકરોને ભાજપ અધ્યક્ષે સંબોધન દરમિયાન લક્ષ્યાંક આપ્યો છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત અમદાવાદમાં થયું હતું. જેમાં ચાર રાજ્યોની જીત બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. હવે વડાપ્રધાન મોદી ગુજરાતની ચૂંટણી માટે આવી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ દાહોદથી ફૂંકાશે.

વડાપ્રધાન મોદી 22 એપ્રિલે સાંજે બનાસકાંઠામાં 2 લાખ મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. ભાજપ અધ્યક્ષે કાર્યકરોને ટકોર કરી કે, ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી દાહોદ આવી રહ્યા છે અને પછી ચૂંટણી સુધી આવે કે નહીં કે ના પણ આવે.

વડાપ્રધાન મોદીનો દાહોદ પ્રવાસ ખૂબ જ મહત્વનો બની રહેશે. વડાપ્રધાન મોદી દાહોદમાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બીજા દિવસે તેઓ બનાસકાંઠા જશે, બીજા દિવસે સાંજે એટલે કે 22 એપ્રિલે પશુપાલક મહિલાઓના સંમેલનને સંબોધન કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે વડાપ્રધાન વાત કરશે.

આ પણ વાંચો: નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસ માટે છે મુખ્યમંત્રીનો ચહેરો, અશોક ગેહલોતે ખેલ પાડ્યો

આ પણ વાંચો: જીતુ વાઘાણીનાં નિશાને પ્રશાંત કિશોર, કહ્યું, ‘કોંગ્રેસ 2022માં ખરાબ રીતે હારશે’