Navratri/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી,નવરાત્રીનું GMDC ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન

કાર્યક્રમની શરૂઆત પહેલા પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલે માતાજીની આરતી ઉતારી હતી

Top Stories Gujarat
22 5 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી,નવરાત્રીનું GMDC ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન

વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. પ્રથમ દિવસે સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી છેલ્લે GMDC ગ્રાઉન્ડમાં ગરબાના કાર્યક્રમમાં માતાજીની પૂજા અર્ચના અને આરતી માટે પહોંચ્યા છે. કાર્યક્રમની શરૂઆત પહેલા પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલે માતાજીની આરતી ઉતારી હતી.GMDC ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

 

 

 

પીએમ નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી. આ સાથે ખેલૈયાઓએ પણ પીએમ મોદી સાથે હાથમાં દીવા લઈ માતાજીની ઉતારી હતી.નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ‘ગ્લોબલ ગરબો’ બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજ પરંપરાને આગળ ધપાવતા ગરબાના માધ્યમ દ્વારા આપણી આ સમાજની સાંસ્કૃતિક વિરાસતનું દુનિયાને દર્શન કરાવી રહ્યા છે. આજે દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં નવરાત્રી મહોત્સવ જોવા લોકો આવી રહ્યા છે.