Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આ તારીખે ગુજરાતની મુલાકાત લેશે, ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમાં હાજરી આપશે

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. ત્યારે રાજકીય પક્ષોના અધ્યક્ષોની ગુજરાત મુલાકાતમાં પણ વધારો થઇ રહ્યો છે.

Top Stories Gujarat
8 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આ તારીખે ગુજરાતની મુલાકાત લેશે, ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમાં હાજરી આપશે

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે, ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. ત્યારે રાજકીય પક્ષોના અધ્યક્ષોની ગુજરાત મુલાકાતમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી બાજુ બીજેપીના બાદશાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમીત ગુજરાતની મુલાકાત લેતા રહે છે. હજુ આજે તો પીએમ મોરબીની મુલાકાતે હતા ત્યાં ફરી આગામી દિવશોમાં તેમનો ગુજરાત પ્રવાસ નક્કી થઇ ગયો છે.વડાપ્રધાન આગામી 6 નવેમ્બરે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં આપશે હાજરી, સુરેન્દ્રનગર અને વલસાડમાં જનસભા સંબોધશે. હવે આગામી 6 તારીખે પીએમ વલસાડ જિલ્લાના કપરડા તાલુકાના નાનાપોંઢામાં જાહેર સભાને સંબોધશે.

નોંધનીય છે કે ચૂંટણી માહોલમાં પીએમ વારંવાર ગુજરાતના પ્રવાશે આવે છે. ત્યારે ભાજપ દ્ધારા ફરી પીએમના કાર્યક્રમને લઇને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ઉલ્લખેનીય છે કે ઇલેક્શનના માહોલ વચ્ચે પીએમ મોદી પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. આ સભાને લઇને તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત ઇલેક્શનની તારીખ પણ હવે ગણતરીના દિવસોમાં જાહેર કરવામાં આવશે ત્યારે આ મુલાકાતમાં પીએમ દ્ધારા ગુજરાત માટે વિશેષ શુ હશે તે જાણવું રસપ્રદ રહેશે.