Not Set/ વડાપ્રધાનની વયમર્યાદા અને પ્રો. સ્વામીએ છંછેડેલો વિવાદનો મધપૂડો

અડવાણીજી, મુરલી મનોહર જાેશી, શાંતારામ સહિત અનેક મહાનુભાવોની ટિકિટ વયમર્યાદા ૭૫ની થતાં કપાઈ હતી, ૨૦૨૪ આસપાસ મોદી પણ ૭૫ વર્ષના થશે ત્યારે આ નિયમનું પાલન થશે ? પ્રો. સ્વામિના સવાલે ઉભો કરેલો નવો મુદ્દો

India Trending
subramanyam swami 3 વડાપ્રધાનની વયમર્યાદા અને પ્રો. સ્વામીએ છંછેડેલો વિવાદનો મધપૂડો

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

વર્ષો સુધી જનસંઘ સાથે અને ત્યારબાદ ભાજપમાં રહેલા અને કોંગ્રસના સર્વોચ્ચ મોવડીઓ શ્રીમતી સોનિયા ગાંધી વિગેરે સામે એક પછી એક કેસનો ખડકલો કરી દેનારા અને એક જાણીતા અર્થશાસ્ત્રી તરીકે જેમની નામના છે તે પ્રો. સુબ્રમણ્યમ સ્વામીએ હમણા બે દિવસ પહેલા જે નિવેદન કર્યુ તેનો જવાબ કોઈ નેતા પાસે હશે કે કેમ તે મોટો સવાલ છે. નાણામંત્રી બનવાની તમામ લાયકાત ધરાવતા આ મહાનુભાવનો માત્ર કોંગ્રેસના મોવડીઓ સામે કેસ કરવામાં ઉપયોગ થાય છે અને પછી ભલે રાજ્યસભામાં મોકલાય પરંતુ પછી તેની લગભગ હાંસિયામાં ધકેલી દીધા જેવી હાલત થાય છે.

himmat thhakar 1 વડાપ્રધાનની વયમર્યાદા અને પ્રો. સ્વામીએ છંછેડેલો વિવાદનો મધપૂડો
તાજેતરમાં પ્રો. સુબ્રમણ્યમ સ્વામીએ કટોકટીને યાદ કરી તે વખતે સવા લાખ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા તે બનાવને પણ યાદ કર્યો અને પોતે વેશપલ્ટો કરી વિદેશ પહોંચી ગયા હતા તે પરાક્રમ પણ કહ્યું. કટોકટી ખરાબ હતી. પરંતુ આજે દેશમાં જે કાંઈ પરિસ્થિતિ છે તે કટોકટી તરફ ધકેલનારી છે. લોકો જાગશે નહિં તો દેશમાં ફરી કટોકટી આવી શકે તેવી વાત પણ કહી દીધી.

subramanyam swami વડાપ્રધાનની વયમર્યાદા અને પ્રો. સ્વામીએ છંછેડેલો વિવાદનો મધપૂડો

આ બધી વાત વચ્ચે તેમણે મહત્ત્વની વાત એ કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષની વય નજીક પહોંચી રહ્યા છે. ૭૫ વર્ષનું બહાનું આપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાેશી, શાંતાકુમાર જેવા અનેક નેતાઓને લગભગ નિવૃત્ત જીવન જીવતા કરી દીધા છે. તો મોદી પછીના ભાજપનો વડાપ્રધાનપદનો ચહેરો કોણ ? પોતાના ગુરૂ સમાન સાથિઓને હાંસિયામાં ધકેલી દઈ ‘વય’નું કારણ આપનારા મોદી શું પોતાના માટે પોતે ઘડેલા નિયમોનો ભંગ કરશે ? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એવી નીતિ અપનાવી હતી કે ૬૦ વર્ષથી વધુ વયના અને ત્રણ વખત ચૂંટાયેલા કોર્પોરેટરને ટિકિટ આપી નહોતી. આનંદીબેન પટેલ ૭૫ વર્ષની નજીક પહોંચ્યા અને મુખ્યપ્રધાન પદ છોડ્યું હતું. આજે રાજ્યપાલનો હોદ્દો તો સંભાળે જ છે. જાે કે ભૂતકાળમાં પી.વી. નરસિંહરાવ, મોરારજી દેસાઈ પણ મોટી ઉંમરે વડાપ્રધાન બન્યા હતાં. મોદી અને ભાજપના નેતાઓ જેને પોતાનો આદર્શ અને પ્રેરણામૂર્તિ માને છે તે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની ઉંમર અને માંદગીના કારણે વડાપ્રધાન પદ સંભાળવા ના પાડી હતી અને પંડિત જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવવા ભલામણ કરી હતી. (ગાંધીજીના આદેશના પાલન માટે સરદાર સાહેબ બહુમતી ટેકો ધરાવતા હોવા છતાં કોંગ્રેસ પ્રમુખ નહોતા બન્યા. તે વાત સાચી પણ વડાપ્રધાન પદ તો આ લોખંડી પુરૂષે સ્વૈચ્છાથી નહેરૂને સોંપ્યું હતુ. આ વાતના પૂરાવા દાદા ધર્માધિકારીના તેમજ કાકાસાહેબ કાલેલકરને સરદાર પટેલે લખેલા પત્રમાં મળી રહે છે. ભાજપની પેઢી અને ભક્તોએ આ પુસ્તકનો અભ્યાસ કરીને પછી સરદાર સાહેબ વિષે બોલવાનો અધિકાર છે તેવું નિષ્ણાતો કહે છે.

global modi વડાપ્રધાનની વયમર્યાદા અને પ્રો. સ્વામીએ છંછેડેલો વિવાદનો મધપૂડો
પ્રો. સ્વામી અનેક વિવાદી વિધાનો કરવા માટે જાણીતા છે. દેશના અર્થતંત્ર માટે જ્યારે સ્વ. અરૂણ જેટલી નાણામંત્રી હતા ત્યારે જે ચેતવણી આપી હતી તે અત્યારે સાચી પડી રહી છે. જાે તમે પક્ષના બીજા સાથીઓને ઉંમરનુ બહાનુ આપી સંસદસભ્ય પદની ટિકિટ પણ ન આપતા હો તો પછી તમારે પણ એ નિયમ પાળવો જાેઈએ કે નહિ ? તેવો પ્રો. સ્વામીએ ઉભો કરેલો સવાલ ભક્તોે નહિ ગમે. પણ આ એક વાસ્તવિકતા છે. એક નિષ્ણાતે પ્રો. સ્વામીના આ વિધાન અંગે પ્રતિભાવ આપતા કહ્યું કે ભગવાન રામના પિતા અને રઘુકુલ શીરોમણી કહી શકાય તેવા રામના પિતા દશરથે ભગવાન રામના લગ્ન બાદ તરત જ રામના રાજ્યાભિષેકની વાત કરી હતી. ભગવાન રામે પણ તે વખતના ધોરણ પ્રમાણે પોતાની જવાબદારી લવ-કુશ અને અન્યોને સોંપી દીધી હતી તેવું રામાયણના ઉત્તરાકાંડમાં ઉલ્લેખ છે.

subramanyam swami 1 વડાપ્રધાનની વયમર્યાદા અને પ્રો. સ્વામીએ છંછેડેલો વિવાદનો મધપૂડો

પ્રો. સ્વામીની વાત કદાચ ઘણાને નહિ ગમે પરંતુ આ વાત સાવ ખોટી નથી. પ્રો. સ્વામીએ એક સવાલ તો ઉભો કરી જ દીધો છે તે હકિકત છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભાજપને માત્ર મોદી જ જીતાડી શકે તેવો જે પ્રચાર થાય છે તે ખોટો જ છે. ભાજપને તેના નિષ્ઠાવાન કાર્યકરો જીતાડી શકે તેવી વાત એકવાર પણ કરીને કાર્યકરોમાં ઉત્સાહ જગાડવો જાેઈએ. એક વિશ્લેષકે એમ પણ કહ્યું છે કે જાે આ બાબતમાં તે ધ્યાન નહિ આપે તો તેમના હાલ અટલજી જેવા જ થશે. જાે કે એક જાણકાર આ બાબતનો ઉલ્લેખ કરીને એમ કહે છે કે જાે કે જે રીતે આનંદીબેન સહિતના ઘણા મોટી ઉંમરના પૂર્વ મુખ્યમંત્રીઓ વિવિધ રાજ્યોના ગવર્નર બની ગયા છે તેવી જ રીતે મોદી રાષ્ટ્રપતિ અવશ્ય બની શકે છે. જાે કે તાજેતરમાં કિસાન આદંલોનના નેતા મહેન્દ્રસિંહ ટિકાયતે પણ એવું વિવાદી વિધાન કર્યું હતું કે મોદી હવે રાષ્ટ્રપતિ બનીને આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાવશે. જાે કે આ વાત હમણા શક્ય નથી પણ ભવિષ્યમાં શક્ય બની શકે છે. બાકી તો ભાજપના આગેવાનો અને તેના સમર્થકો કહે છે તે પ્રમાણે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ કહેવત પ્રમાણે આવું પણ બની શકે છે. જાે કે આ માટે તેમને લાંબી કવાયતમંથી પસાર થવું પડે તેમ છે. જે હોય તે પણ પ્રો. સ્વામીએ પોતાની ટેવ પ્રમાણે વડાપ્રધાનની વયમર્યાદાને લગતો વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે તેના કેવા કેટલા અને કયા પ્રકારના પડઘા પડે છે તે તો સમય જ કહેશે.