Wedding/ લગ્નના બંધનમાં બંધાયો રાજકુમાર રાવ, પત્રલેખા સાથે લીધા સાત ફેરા, જુઓ ફોટો

રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં જોઈ શકાય છે કે રાજકુમાર રાવ અને પત્રલેખાએ એકબીજાનો હાથ પકડ્યો છે.

Trending Entertainment
રાજકુમાર રાવ

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા પોલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રાજકુમાર અને પત્રલેખાએ ચંદીગઢમાં તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે સાત ફેરા લીધા છે. રાજકુમાર અને પત્રલેખાના લગ્નની પ્રથમ તસવીરો પણ સામે આવી છે. જેમાં બંને ખુબ જ સુંદર અને ખુશ પણ દેખાઈ રહ્યા છે. હાલમાં જ તેમના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

આ પણ વાંચો :પ્રતિક ગાંધી અને તાપસી પન્નુની ફિલ્મ વો લડકી હૈ કહાં`નો ફર્સ્ટ લૂક રિલીઝ

રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં જોઈ શકાય છે કે રાજકુમાર રાવ અને પત્રલેખાએ એકબીજાનો હાથ પકડ્યો છે અને હસી રહ્યા છે. બીજી તસવીરમાં જોઈ શકાય છે કે રાજકુમાર પત્ની પત્રલેખાની માંગમાં સિંદૂર ભરી રહ્યો છે. રાજકુમાર રાવે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આખરે 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી મે મારી સોલમેટ, મારી સૌથી સારી મિત્ર, મારા પરિવાર સાથે લગ્ન કર્યા છે. આજે મારા માટે તારો પતિ કહેવડાવવાથી વધારે કોઈ ખુશી નથી, પત્રલેખા.

Instagram will load in the frontend.

પત્રલેખાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરો પણ ઘણી જ સુંદર છે. પત્રલેખાએ પણ ખૂબ સુંદર કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે કે, મારા પ્રેમી, મારો ક્રાઈમ પાર્ટનર, મારો પરિવાર, મારા સોલમેટ. પાછલા 11 વર્ષથી મારો સૌથી સારો મિત્ર. તારી પત્ની બનવા કરતા મોટી કોઈ લાગણી નથી.

a 249 લગ્નના બંધનમાં બંધાયો રાજકુમાર રાવ, પત્રલેખા સાથે લીધા સાત ફેરા, જુઓ ફોટો

આ પણ વાંચો :રાજકુમાર રાવ અને પત્રલેખાનું વેડિંગ કાર્ડ થયું લીક, જાણો કયા લેશે સાત ફેરા

પત્રલેખા અને રાજકુમાર તેમની સગાઈમાં સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. સફેદ આઉટફિટમાં બંને ખૂબ જ રોયલ લાગતા હતા. તેમના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. રાજકુમાર રાવે પત્રલેખાને પ્રપોઝ કર્યું હતું. જેના જવાબમાં પત્રલેખાએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. બંનેએ રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. આ સેરેમનીમાં ફરાહ ખાન, હુમા કુરેશી, સાકિબ સલીમ સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આ સમારોહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

 જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાની સગાઈનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં રાજકુમાર રાવ ઘૂંટણિયે બેસીને પત્રલેખાને વીંટી પહેરાવતો જોવા મળ્યો હતો. પત્રલેખા રાજકુમારના આ અંદાજને જોઈ તેના નજીક બેસી જાય છે અને અંગૂઠીને સ્વીકાર કરે છે. તેના પછી રાજકુમાર રાવ પત્રલેખા સાથે એક રોમેન્ટિક ડાન્સ કરે છે. ત્યા હાજર લોકો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરે છે.

છેલ્લા ઘણા સમયથી બંનેની પ્રેમ કહાની ચાલી રહી હતી અને હવે આખરે બંને ફેરા લઈને કાયમ માટે એકબીજાના બની ગયા છે. ઘણી સેલિબ્રિટી કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપી રહી છે.

આ પણ વાંચો :અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર રિલીઝ, માનુષી છિલ્લર જોવા મળશે આ ભૂમિકામાં

આ પણ વાંચો : ભારતી સિંહનો આ ફોટો જોઈને તમે પણ રહી જશો દંગ, અભિનેત્રીઓ આપી રહી છે ટક્કર

આ પણ વાંચો :બોલિવૂડનાં આ દિગ્ગજ કલાકારે કંગનાનું કર્યુ સમર્થન