AMC/ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલના 20% બેડ AMC હસ્તક લેવા આદેશ

શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલના 20 ટકા બેડ AMC હસ્તક લેવા એટલે કે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિ.ને AMC કમિશ્નરે આદેશ  કર્યો છે.  જ્યાં 108 દ્વારા દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ ખસેડાશે.

Ahmedabad Gujarat
surat 6 શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલના 20% બેડ AMC હસ્તક લેવા આદેશ

ગુજરાત રાજ્યમાં કોરના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોછે. ટેસ્ટીંગ થી માંડી હોસ્પીટલમાં દાખલ થવા થી માંડી દવા અને ઇન્જેક્શન માટે દર્દીઓએ લાંબીએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. તો રાજ્યની મનપાની સરકારી કોવીડ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

એવા મેડીકલ કટોકટી ભર્યા સમયમાં અમદાવાદ મનપા દ્વારા શહેરમાં વધતા કેસને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલના 20 ટકા બેડ AMC હસ્તક લેવા એટલે કે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિ.ને AMC કમિશ્નરે આદેશ  કર્યો છે.  જ્યાં 108 દ્વારા દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ ખસેડાશે. AMCએ રિફર કરેલા દર્દીઓએ આ હોસ્પિટલને નાણાં નહી ચુકવવા પડે. ખાનગી હોસ્પિ.માં દર્દીઓને મફત સારવાર મળશે.

surat 5 શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલના 20% બેડ AMC હસ્તક લેવા આદેશ

અમદાવાદ મનપા વિસ્તારમાં આવેલી 146 ખાનગી હોસ્પિટલમાં 5794માંથી 467 જેટલા બેડ ખાલી છે. જેમાં આઇસોલેશન વોર્ડમાં 2038 બેડ, HDUમાં 2072, ICUમાં 826 અને ICUમાં વેન્ટિલેટર પર 391 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હોટલમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરોમાં 248 આઈસોલેશનના બેડ ખાલી છે.

શહેરની 146 ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં 13 એપ્રિલને મંગળવારે સવાર સુધીમાં 1150 જેટલા જ બેડ ખાલી છે. જેમાં ICUની સુવિધા સાથે 35 તથા વેન્ટીલેટર સાથે ICUની સુવિધાવાળા 15 બેડ જ ખાલી છે. જ્યારે HDUના 293 અને આઈસોલેશન માટેના 826 બેડ હાલમાં ખાલી છે.