Not Set/ ખાનગી રાહે ચેકીંગ કરી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા પાંચ ડમ્પર કબ્જે કર્યા

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો જેમાં આગથળા પાસે રોયલ્ટી વગર રેતીની ચોરી કરી જતા પાંચ ડમ્પર ઝડપી પાડી આગથળા પોલીસ મથકે મુકાયા હતા

Gujarat
Untitled 44 7 ખાનગી રાહે ચેકીંગ કરી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા પાંચ ડમ્પર કબ્જે કર્યા

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોષી ના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે ખાનગી વાહન માં ભૂસ્તર વિભાગ ની ટીમને ચેકીંગ અર્થે રવાના કરી હતી જેમાં ડીસા થરાદ હાઇવે પર આગથળા પાસેથી પસાર થઈ રહેલા પાંચ ડમ્પરો ને ભૂસ્તર વિભાગની ટીમે રોકી રોયલ્ટી પાસ માંગતા ગાડી ચાલકો પાસેથી કોઈક પાસ પરમીટ કે રોયલ્ટી મળી આવેલ ન હતી જેથી રેતી ની ચોરી કરી જતા હોવાનું માલુમ પડતા પાંચ ડમ્પર સહિત કુલ રૂ 1.40 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ડમ્પર માલિકોને અંદાજે રૂ 12 લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો ;National / જરૂર પડશે તો વધુ રાફેલ આપીશું : ફ્રાન્સના રક્ષા મંત્રી

આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી એ જણાવ્યુ હતું કે અમારી ટિમ ને ખાનગી વાહન માં ચેકીંગ મોકલી હતી અને જે દરમ્યાન આગથળા પાસેથી પાંચ ડમ્પર રોયલ્ટી પાસ વગર ના ઝડપાયા હતા જેને કબ્જે લઈ આગથળા પોલીસ મથકે મુકવામાં આવ્યા છે અને રૂ 12 લાખનો દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરાઈ છે વધુમાં જણાવ્યું હતું કે બનાસનદી કે સાદી રેતી કે પછી અન્ય કોઈ ખનીજ ચોરી થતી હશે તેને રોકવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે.

આ પણ વાંચો ;જાબ / BJP-કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી સાથે લડશે ચૂંટણી, બેઠક વહેચણી અંગે થઇ ચર્ચા

ભૂસ્તર વિભાગ ની કડક કાર્યવાહી થી અન્ય ભુમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે જયારે રૂ 1.40 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરતાં અન્ય ભૂમાફિયાઓ માં ફફડાટ ફેલાયો હતો.ભૂસ્તર વિભાગે છેલ્લા એક માસમાં અનેક વખત ચેકીંગ હાથ ધરી કરોડોની ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મળી છે જોકે ભૂસ્તર અધિકારી ના કડક વલણ થી ભૂમાફિયાઓ ફફડી ઉઠ્યા છે