Bollywood/ વેડિંગ એનિવર્સરી પર પ્રિયંકા અને નિક જોનાસે એક બીજાને આ રીતે કર્યું વિશ

બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ પોતાનો અભિનય બતાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન ગાયક નિક જોનાસે એક-બીજાને બીજી વેડિંગ એનિવર્સરી પર ખૂબ જ પ્રેમપૂર્વક શુભેચ્છા પાઠવી છે.

Entertainment
a 25 વેડિંગ એનિવર્સરી પર પ્રિયંકા અને નિક જોનાસે એક બીજાને આ રીતે કર્યું વિશ

બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ પોતાનો અભિનય બતાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન ગાયક નિક જોનાસે એક-બીજાને બીજી વેડિંગ એનિવર્સરી પર ખૂબ જ પ્રેમપૂર્વક શુભેચ્છા પાઠવી છે. લગ્ન બાદ પ્રિયંકા નિક સાથે યુ.એસ. માં રહે છે. બે વર્ષ પૂરા થવા પર નિકે પ્રિયંકા ચોપરાને લગ્નનો અદ્ભુત ફોટો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે પ્રિયંકાએ આ પોસ્ટ પર એક સુંદર જવાબ આપ્યો હતો. 2018 માં, તેઓએ 1 ડિસેમ્બરના રોજ હિન્દુ રિવાજો અને 2 ડિસેમ્બરના રોજ ક્રિશ્ચિયન રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

Instagram will load in the frontend.

નિકે તેના ક્રિશ્ચિયન લગ્નનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું – એક સુંદર, પ્રેરણાદાયી અને શક્તિશાળી સ્ત્રી સાથે લગ્નના બે વર્ષ. હેપી એનિવર્સરી પ્રિયંકા, આઈ લવ યુ.

આ જ પોસ્ટ પર, પ્રિયંકાએ એક સુંદર જવાબ આપ્યો – આઈ લવ યુ મારી જાન. પ્રિયંકાના જવાબની નીચે જ તેની બહેન પરિણીતી ચોપડાની પ્રતિક્રિયા હતી, જેણે લખ્યું હતું – ‘શું દિવસ હતો’.

Instagram will load in the frontend.

પ્રિયંકા વિશે વાત કરીએ તો તેણે પણ લગ્નનો ઈમોશનલ ફોટો શેર કરીને પતિને અભિનંદન પાઠવ્યા છે. પ્રિયંકાએ પોતાનો અને નિકનો એક જૂનો ફોટો શેર કરતી વખતે લખ્યું – ‘લગ્નના 2 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન, હંમેશાં મને ટેકો આપવા બદલ આભાર. તમે મારી શક્તિ, નબળાઇ અને બધું જ છો, હું તમને પ્રેમ કરું છું.

આ તસવીરમાં નિક અને પ્રિયંકા એક બીજાના હાથ પકડી રહ્યા છે. લગ્ન બાદ પ્રિયંકા ઘણી વાર યુ.એસ. રહે છે અને શૂટિંગ અને અન્ય કારણોસર મુંબઇ આવતી રહે છે. સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર માત્ર પ્રિયંકા જ નહીં નિક જોનાસ પણ ખૂબ જ એક્ટિવ છે. બંને એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ બતાવવામાં કચકચ અનુભવતા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…