Big Statement/ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, ‘અમારા શરીરમાં શહીદોનું લોહી છે,અમે પાછળ હટવાના નથી, અમે લડીશું’

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ મુખ્યાલયમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પાર્ટીએ જણાવ્યું કે બ્લોક લેવલથી લઈને નેશનલ લેવલ સુધી આંદોલન કરવામાં આવશે

Top Stories India
9 15 પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, 'અમારા શરીરમાં શહીદોનું લોહી છે,અમે પાછળ હટવાના નથી, અમે લડીશું'

Priyanka Gandhi:    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કોંગ્રેસ મુખ્યાલયમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પાર્ટીએ જણાવ્યું કે બ્લોક લેવલથી લઈને નેશનલ લેવલ સુધી આંદોલન કરવામાં આવશે.આ મામલે પ્રિયંકા ગાંધી અગ્રેસર જોવા મળ્યા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ (Priyanka Gandhi) પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મારા ભાઈએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો, તેથી જ આ બધું થયું. આ સરકાર અદાણી પર જવાબ આપવા માંગતી નથી. અમારા શરીરમાં શહીદોનું લોહી છે. જે લોહીને તમે વારંવાર પરિવારવાદી કહો છો, આ લોહી દેશ માટેનું બલિદાન છે. અમે પાછળ હટવાના નથી, અમે લડીશું.” રાહુલ ગાંધીની ગેરલાયકાત અંગે જનજાગૃતિ કાર્યક્રમ, બંધારણ બચાવો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ સોમવારથી શરૂ થશે. “

કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને (Priyanka Gandhi) દેશભરમાં ઉઠાવશે કે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ જાણી જોઈને નાબૂદ કરવામાં આવ્યું છે. રમેશે રાહુલનું સભ્યપદ છોડવાના મુખ્ય ત્રણ કારણો આપ્યા. તેમણે પ્રથમ કારણ વિશે કહ્યું કે, રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો. બીજું કારણ, ભાજપ ભારત જોડો યાત્રાની સફળતાથી નર્વસ છે. બીજી તરફ ત્રીજા કારણ વિશે કહ્યું કે રાહુલ ગાંધી અદાણી કૌભાંડ પર બોલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા (Priyanka Gandh) રાહુલ ગાંધીએ  મોદી અટકની ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવાની તારીખથી લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું હતું. લોકસભા સચિવાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે.એક દિવસ પહેલા સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે આ પછી તરત જ તેને જામીન મળી ગયા હતા

પ્રત્યાઘાત/કોંગ્રેસે સદસ્યતા રદ કરવા સામે આંદોલનની જાહેરાત કરી, આવતીકાલે રાહુલ ગાંધી કરશે પ્રેસ કોન્ફરન્સ

રાજકોટ/CBIની ગુજરાતમાં મોટી કાર્યવાહી, રાજકોટના જોઈન્ટ DGFTને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા