Mahadev Betting App Case/ ‘મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા’, EDનો મોટો દાવો

છત્તીસગઢમાં ચૂંટણીની મોસમ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ મોટો દાવો કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે (3 નવેમ્બર) દાવો કર્યો

Top Stories India
1 1 1 'મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા', EDનો મોટો દાવો

છત્તીસગઢમાં ચૂંટણીની મોસમ વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ મોટો દાવો કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે (3 નવેમ્બર) દાવો કર્યો હતો કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. 

સુત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓને ટાંકીને કહ્યું કે એજન્સી વધુ તપાસ કરી રહી છે. ગુરુવારે (2 નવેમ્બર) જ, EDએ છત્તીસગઢમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં 5 કરોડ 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આમાં રૂ. 15.59 કરોડનું બેંક બેલેન્સ પણ ફ્રીઝ/જપ્ત કરવામાં આવ્યું હતું.

ટીએસ સિંહદેવે ભાજપ પર નિશાન સાધ્યું

છત્તીસગઢના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવે મીડિયા સાથે સાથે વાત કરતા કહ્યું કે આ માત્ર આરોપો છે. યુપીએના સમયમાં પણ અમારા પર આક્ષેપો થયા હતા. અમને આની અપેક્ષા હતી. અમે આ માટે તૈયાર હતા. આ લોકો (ભાજપ) પોતાને ચૂંટણી હારતા જોઈ રહ્યા છે, આવી સ્થિતિમાં આ બધું થશે. તેઓ આક્ષેપો કરીને ચૂંટણીને પ્રભાવિત કરવા માંગે છે.

ભાજપે શું કહ્યું?

EDના દાવા પર છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા રમણ સિંહે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે બઘેલે મહાદેવ એપની મદદ કરી છે. તેણે તપાસનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે,  મુખ્યમંત્રી બઘેલ સતત કેન્દ્રીય તપાસ એજન્સીઓને નિશાન બનાવી રહ્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે ચૂંટણી પંચને છત્તીસગઢમાં ઉતરતા તમામ વિશેષ વિમાનોની તપાસ કરવા વિનંતી કરવામાં આવે છે. છેવટે, બોક્સમાં પેક કરીને શું આવી રહ્યું છે? દરોડાના નામે આવતા ED અને CRPFના વાહનોની પણ તપાસ થવી જોઈએ. રાજ્યના લોકોને ડર છે કે ભાજપ ચૂંટણી હારતા જોઈને ઘણા પૈસા લાવી રહી છે.