Not Set/ ગૂગલનાં સીઇઓએ વિશ્વકપ ફાઈનલ કોણ રમશે તેના પર કરી ભવિષ્યવાણી

વિશ્વકપની શરૂઆત ભારતીય ટીમે ધમાકેદાર કરી છે. કહેવાય છે કે, વિશ્વકપ જીતની પ્રબળ દાવેદાર તરીકે આ વખતે  ટીમ ઈંન્ડિયાને જોવામાં આવે છે, ત્યારે ઘણા ક્રિકેટ જાણકારોનું કહેવુ છે કે આ વિશ્વકપમાં ભારતીય ટીમ સંતુલિત ટીમ દેખાઇ રહી છે અને તેના ફાઈનલમાં પહોચવાની સંભાવનાઓ વધારે છે. આ વચ્ચે ભારતીય મૂળનાં ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈએ વિશ્વકપને લઇને […]

Top Stories Sports
835756 405906 sundar pichai day 2 pti ગૂગલનાં સીઇઓએ વિશ્વકપ ફાઈનલ કોણ રમશે તેના પર કરી ભવિષ્યવાણી

વિશ્વકપની શરૂઆત ભારતીય ટીમે ધમાકેદાર કરી છે. કહેવાય છે કે, વિશ્વકપ જીતની પ્રબળ દાવેદાર તરીકે આ વખતે  ટીમ ઈંન્ડિયાને જોવામાં આવે છે, ત્યારે ઘણા ક્રિકેટ જાણકારોનું કહેવુ છે કે આ વિશ્વકપમાં ભારતીય ટીમ સંતુલિત ટીમ દેખાઇ રહી છે અને તેના ફાઈનલમાં પહોચવાની સંભાવનાઓ વધારે છે. આ વચ્ચે ભારતીય મૂળનાં ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈએ વિશ્વકપને લઇને એક ભવિષ્યવાણી કરી છે.

sundar pichai cricket file pti ગૂગલનાં સીઇઓએ વિશ્વકપ ફાઈનલ કોણ રમશે તેના પર કરી ભવિષ્યવાણી

સુંદર પિચાઈએ ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, આ વખતે વિશ્વકપ ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ સાથે તેમણે ટીમ ઈંન્ડિયા સારુ પ્રદર્શન કરી વિજેતા બનશે તેવી આશા વ્યક્ત કરી છે. સુંદર પિચાઈએ પોતાને ક્રિકેટનાં પ્રશંસક કહેતા કહ્યુ છે કે, જ્યારે હુ અમેરિકા આવ્યો હતો ત્યારે મને બેસબોલની રમત થોડી ચેલેન્જિંગ લાગતી હતી. સુંદર પિચાઈએ યૂએસઆઈબીસીની ઈંન્ડિયા આઇડિયાજ સમિટમાં કહ્યુ કે, આઇસીસી વિશ્વકપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે થવો જોઇએ. સાથે તેમણે કહ્યુ કે, અહી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ સારુ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન સુંદર પિચાઈએ અમેરિકામાં ક્રિકેટ અને બેસબોલનાં પોતાના અમુક અનુભવ પણ જણાવ્યા હતા.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

પિચાઈએ કહ્યુ કે, હુ જ્યારે પહેલી વખત અહી આવ્યો ત્યારે મે બેસબોલ રમવાનું પસંદ કર્યુ. આ થોડુ ચેલેન્જિંગ છે. મારી પહેલી મેચમાં મને ખુશી હતી કે મે બોલને પાછળ હિટ કર્યો હતો. ક્રિકેટમાં આ વાસ્તવમાં એક સારો શોટ કહેવાય છે પરંતુ લોકોએ તેના વખાણ કર્યા નહોતા. વધુમાં તેમણે કહ્યુ કે, ક્રિકેટમાં જ્યારે તમે રન બનાવવા દોડો છો ત્યારે બેટને સાથે રાખો છો તો હુ પણ બેસબોલમાં મારા બેટની સાથે દોડી પડ્યો હતો. જો કે મને પછી ખ્યાલ આવ્યો કે હુ બેસબોલ થોડુ ચેલેન્જિંગ છે.

cats 724 ગૂગલનાં સીઇઓએ વિશ્વકપ ફાઈનલ કોણ રમશે તેના પર કરી ભવિષ્યવાણી

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”

સુંદર પિચાઈએ કહ્યુ કે, મારો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ હુ ક્યારે ભુલાવી શકતો નથી. તેમણે વધુમાં કહ્યુ કે, વિશ્વકપ ક્રિકેટ ચાલી રહ્યો છે. આ એક શાનદાર ટૂર્નામેન્ટ છે. આ વિશ્વકપમાં ભારત સારુ પ્રદર્શન કરે તેવી હુ આશા રાખુ છુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.