Not Set/ વઢવાણમાં સગીરાને જુબાની શીખવવા બોલાવી વકીલે દુષ્કર્મ આચર્યું હતુ : 6 મહિને આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા પરિવારની 10 વર્ષની સગીરા સાથે અડપલા થયાનો બનાવ માર્ચ 2021 માસમાં બન્યો હતો. આ સગીરાનો કેસ લડતા વકીલે સગીરાને સુરેન્દ્રનગર ખાતેની તેની ઓફિસે બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ તા. 27-8-2021ના રોજ નોંધાઈ હતી

Gujarat
10 18 વઢવાણમાં સગીરાને જુબાની શીખવવા બોલાવી વકીલે દુષ્કર્મ આચર્યું હતુ : 6 મહિને આરોપી ઝડપાયો

– બનાવ બાદથી જ આરોપી પોલિસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો

– 6 મહિના બાદ કોર્ટમાં હાજર થતાં પોલિસે ધરપકડ કરી

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા પરિવારની 10 વર્ષની સગીરા સાથે અડપલા થયાનો બનાવ માર્ચ 2021 માસમાં બન્યો હતો. આ સગીરાનો કેસ લડતા વકીલે સગીરાને સુરેન્દ્રનગર ખાતેની તેની ઓફિસે બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ તા. 27-8-2021ના રોજ નોંધાઈ હતી. બનાવની ફરીયાદ નોંધાતા જ આરોપી વકીલ પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ત્યારે અંતે તેણે કોર્ટનું શરણુ લીધુ હતુ. પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા પરીવારની 10 વર્ષની પુત્રી સાથે માર્ચ 2021માં શારીરીક અડપલાનો બનાવ બન્યો હતો. 28 વર્ષીય એક યુવાને વઢવાણમાં સગીરા સાથે અડપલા કર્યા હતા. આ બનાવનો કેસ લડવા માટે પરીવારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા અને સુરેન્દ્રનગરના આશીર્વાદ કોમ્પલેક્ષમા ઓફીસ રાખી વકિલાત કરતા નરેન્દ્રભાઈ પારઘી સાથે વાત કરી હતી. ત્યારબાદ સગીરાને જુબાની આપવા તૈયાર કરવા માટે સગીરા અને માતા અવારનવાર વકીલની ઓફીસે આવતા હતા. સગીરાના માતા-પિતા મજુરી કામ કરતા હોવાથી વકીલે સગીરાને એકલી મોકલવા જણાવ્યુ હતુ. આથી સગીરા એકલી વકીલની ઓફિસે આવવા લાગી હતી. આ દરમીયાન વકીલે સગીરાને લલચાવી ફોસલાવી થોડા દિવસ અડપલા કર્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતુ.

આ બનાવની તા. 27 ઓગષ્ટ 2021ના રોજ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદ નોંધાતા જ આરોપી ફરાર થઈ ગયો હતો. તપાસકર્તા મહીલા સેલના સ્ટાફ દ્વારા અનેક વખત તપાસ કરવા છતાં તે હાથ લાગતો ન હતો. ત્યારે આરોપી વકીલે કોર્ટનું શરણુ લીધુ હતુ. જેમાં તે સીધો કોર્ટ સમક્ષ હાજર થયો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટના આદેશથી આરોપી નરેન્દ્ર પારઘીને જેલ હવાલે કરાયો છે.

આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજુર થઈ હતી. દુષ્કર્મ કેસની પોક્સોની કલમો સાથેની ફરીયાદ નોંધાયા બાદ આરોપી નરેન્દ્ર પારઘી ફરાર હતો. ત્યારબાદ તેણે સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલોને ધ્યાને લઈ કોર્ટે અરજદાર આરોપીની આગોતરા જામીન અરજી પણ નામંજુર કરી હતી.

આ ચકચારી કેસમાં ભોગ બનનારની માતાએ ઉશ્કેરણીમાં આવી જઈ ફરીયાદ કરી હોવાનું એફીડેવીટ કર્યુ હતુ. આરોપી નરેન્દ્ર પારઘીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી ત્યારે આ કેસમાં ભોગ બનનાર સગીરાની માતાએ કોર્ટમાં એફીડેવીટ રજુ કર્યુ હતુ. આ એફીડેવીટમાં ઉશ્કેરણી ભોગ બનનારની માતાએ ઉશ્કેરણીમાં આવી જઈ ફરીયાદ કરી હોવાનું એફીડેવીટ કર્યુ હતુ.

આરોપી નરેન્દ્ર પારઘીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી ત્યારે આ કેસમાં ભોગ બનનાર સગીરાની માતાએ કોર્ટમાં એફીડેવીટ રજુ કર્યુ હતુ. આ એફીડેવીટમાં ઉશ્કેરણીમાં આવી આરોપી પ્રત્યે અણગમો રાખીને વિચાર્યા વગર પોલીસ ફરીયાદ કરી હોવાનું જણાવ્યું હતુ. તેમ છતાં ગુનાની ગંભીરતા સમજી કોર્ટે આરોપી વકીલની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.