Not Set/ જામનગરનાં ધ્રોલમાં વકીલે કર્યો આપઘાત, કોરોનાનાં કારણે હતા આર્થિક સકળામણમાં

દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોના નામની મહામારીએ અજગર ભરડો લીધો છે. કોરોનાનાં કારણે છેલ્લા કેટલાય સમયથી ધંધા રોજગાર ઠપ્પ પડ્યા છે. લોકોની બચત વપરાઈ ગઈ છે.

Gujarat Others
a 29 જામનગરનાં ધ્રોલમાં વકીલે કર્યો આપઘાત, કોરોનાનાં કારણે હતા આર્થિક સકળામણમાં
  • જામનગરના ધ્રોલમાં વકીલે કર્યો આપઘાત
  • ધ્રોલમાં વકીલે કર્યો આપઘાત
  • ઘરે ગળેફાંસો ખાઇ મોતને કર્યું વ્હાલું
  • વકીલ પ્રકાશ ખીમસૂરિયાનો આપઘાત
  • આર્થિક સંકળામણથી ત્રસ્ત વકીલે કર્યો આપઘાત

દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોના નામની મહામારીએ અજગર ભરડો લીધો છે. કોરોનાનાં કારણે છેલ્લા કેટલાય સમયથી ધંધા રોજગાર ઠપ્પ પડ્યા છે. લોકોની બચત વપરાઈ ગઈ છે. માર્ચ મહિનાથી લોકડાઉન કર્ફ્યુના માહોલમાં ઘણા લોકો બેરોજગાર બન્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે વકિલાતની તો લાંબા સમયથી કોર્ટની કાર્યવાહી બંધ છે. વકિલોને આર્થિક રીતે ભારે આવુ સહન કરવાનો વારો આવ્યો છે.

ડિપ્રેશન અને મહામારીમાં ઘણા રોગથી તો ઘણા ડર અને લાચારીથી મૃત્યુ શૈયા પર પોઢી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  જામનગર ધ્રોલ તાલુકા મથકે વકીલે મોત વહાલું કરતા ચકચાર મચી ગઈ હતી. વકીલ પ્રકાશ ખીમસૂરિયાએ આપઘાત વહોર્યો છે.

પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવતા ગામ સહિત આખા પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ હતી. છેલ્લા 8 માસથી પ્રકાશ ખીમસૂરિયાનો વ્યવસાય ઠપ્પ રહેતા. તે ગુમસુમ રહેતા હતા. વ્યવસાયની સતત ચિંતા વચ્ચે તેમણે હતાશ થઈને મોતને વહાલું કર્યુ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…