ગાંધીનગર/ નારાજ મંત્રીઓનો વિરોધ વધતા શપથવિધિ કાલ પર મુલતવી

ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળમાં ફેરફારને લઈને વિવાદ વધ્યો છે. આ નવા મંત્રીમંડળમાં 21 થી 22 મંત્રીઓને મંત્રી તરીકે શપથ લેવા માટે ચર્ચા ચાલી રહી છે.

Top Stories Gujarat Others
11 69 નારાજ મંત્રીઓનો વિરોધ વધતા શપથવિધિ કાલ પર મુલતવી
  • ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની શપથવિધિમાં ફેરફાર
  • નારાજ મંત્રીઓનો વિરોધ વધતા શપથવિધિ કાલ પર મુલતવી
  • આવતીકાલે બપોરે 1.30 કલાકે યોજાશે શપથવિધિ
  • રાજભવન પરથી પોસ્ટર હટાવાયા
  • ગુરુવારે બપોરે યોજાશે શપથવિધિ

બુધવારે બપોરે 2 વાગ્યે રાજ્યમાં યોજાનારા નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળમાં ફેરફારને લઈને વિવાદ વધ્યો છે. સુત્રોની માનીએ તો, આ નવા મંત્રીમંડળમાં 21 થી 22 મંત્રીઓને મંત્રી તરીકે શપથ લેવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. આ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને મહિલાઓની સંખ્યા પણ વધારી શકાય છે. તેમજ કેટલાક જૂના ચહેરાઓને મંત્રી પદ પરથી હટાવવાનો વિચાર ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણીનાં કાર્યકાળમાં નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચો – Political / તેલંગાણાનાં મંત્રીએ દુષ્કર્મ કેસનાં આરોપીને લઇને કહ્યુ- પહેલા ધરપકડ અને બાદમાં કરીશું એન્કાઉન્ટર

રાજ્યમાં સવારથી ચાલી રહેલી નવી મંત્રીમંડળની શપથવિધિની ચર્ચાને હવે આજનાં દિવસ પૂરતો અંત આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટીમાં હંગામો ખૂબ વધી ગયો છે, જેના કારણે બુધવારે યોજાનારા નવા મંત્રીમંડળનાં શપથગ્રહણ પણ મુલતવી રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ફાડી નાખવામાં આવ્યા હતા. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં શપથગ્રહણ થઈ ચૂક્યા છે. આજે તેમના મંત્રીમંડળે શપથ લેવાના હતા. હવે શપથ ગ્રહણ ગુરુવારે સવારે 1.30 કલાકે થશે.

આ પણ વાંચો – Political / આ વર્ષે પણ દિલ્હીમાં નહી ફોડી શકાય ફટાકડા, CM કેજરીવાલે લગાવ્યો પ્રતિબંધ

મળતી માહિતી મુજબ કેબિનેટમાં મોટા પાયે ફેરબદલની ચર્ચા હતી, જેના કારણે વિવાદ થયો હતો. ભૂપેન્દ્ર પટેલ લગભગ 90 ટકા મંત્રીઓ બદલવા માંગતા હતા. આવી સ્થિતિમાં, ફક્ત 2-3 ચહેરા જ પુનરાવર્તિત થશે, એટલે કે જેમને ફરીથી મંત્રી બનાવવામાં આવશે. ભાજપનાં કેટલાક ધારાસભ્યોએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ઘરે પણ મુલાકાત લીધી હતી અને તેમને મંત્રી પદથી બહાર ફેંકી દેવાનાં ડર વચ્ચે તેમને મળ્યા હતા. જો કે હવે આવતી કાલે આ શપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો છે, ત્યારે જોવાનુ રહેશે કે કથિત રીતે નારાજ થયેલા નેતાઓને મનાવવામાં ભાજપ આગેવાનો સફળ થાય છે કે નહી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…