Not Set/ ચૂંટણી સંદર્ભે સ્મૃતિ ઇરાની અંગે વિવાદિત નિવેદન કરનારા પીઆરપી નેતાની ધરપકડ

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઇરાનીની વિરૂદ્ધમાં મહિલા વિરોધી ટિપ્પણી કરનારા  કોંગ્રેસના સહયોગી દળ પીપલ્સ રિપબ્લિક પાર્ટી –પીઆરપીના નેતા જયદીપ કવાડેની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ કવાડેને જામીન પર છોડવામાં આવ્યા હતા.  કવાડેનો ભાષણનો વીડિયો મીડિયામાં વાઇરલ થતા મહારાષ્ટ્ર બીજેપીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે […]

India
jaydeep kawade ચૂંટણી સંદર્ભે સ્મૃતિ ઇરાની અંગે વિવાદિત નિવેદન કરનારા પીઆરપી નેતાની ધરપકડ

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઇરાનીની વિરૂદ્ધમાં મહિલા વિરોધી ટિપ્પણી કરનારા  કોંગ્રેસના સહયોગી દળ પીપલ્સ રિપબ્લિક પાર્ટી –પીઆરપીના નેતા જયદીપ કવાડેની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ કવાડેને જામીન પર છોડવામાં આવ્યા હતા.  કવાડેનો ભાષણનો વીડિયો મીડિયામાં વાઇરલ થતા મહારાષ્ટ્ર બીજેપીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે કવાડેએ સોમવારે નાગપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી અને સ્મૃતિ ઇરાની વિશે ટિપ્પણી કરી હતી. કવાડેએ સ્મૃતિ ઇરાનીના ચાંદલા વિશે  આપત્તિજનક ટિપ્પણી કરતા કહ્યુ હતું કે  સ્મૃતિ ઇરાની ગડકરી પાસે બેસીને બંધારણ બદલવાની વાતો કરે છે હું તમને સ્મૃતિ ઇરાની વિશે જણાવું કે  તે પોતાના માથા પર મોટો ચાંદલો લગાવે છે  મને કોઈએ કહ્યું છે કે  સતત પતિ બદલનારી મહિલાઓના ચાંદલાની સાઇઝ પણ વધે છે.

ચૂંટણી અધિકારી મદન સૂબેદારે કવાડેની વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.લકડગંજ પોલીસ સ્ટેશનમાં કવાડે સામે આઇપીસીની કલમ 295 એ ધર્મ કે ધાર્મિક આસ્થાનું અપમાન કરી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ,  500 ની કલમ માનહાનિ માટે તેમજ 294 અશ્લીલ કૃત્ય માટે તેમજ 171 બી ચૂંટણી સંદર્ભે ખોટું નિવેદન આપવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.