Not Set/ પીકેની ભવિષ્યવાણી અને તેની આસપાસના સૂચિતાર્થો…!!

ભાજપ ચિત્રમાં છે અને રહેશે તેવા પ્રશાંત કિશોરના વિધાનોથી ભાજપના આગેવાનો ગેલમાં, પણ વિશ્લેષકોના મતે કોંગ્રેસ અને વિપક્ષની જેમ ભાજપના આગેવાનો પણ અત્યારે તો ખોટા ભ્રમમાં જ છે

India
બાળકી 9 પીકેની ભવિષ્યવાણી અને તેની આસપાસના સૂચિતાર્થો...!!

કોંગ્રેસમાં પ્રવેશ માટેની થોડા સમય માટે જેના દિવસો ગણાતા હતા તે પી.કે. ઉર્ફે પ્રશાંત કિશોરે તાજેતરમાં એક કાર્યક્રમમાં કરેલા વિધાનો ચર્ચાનો વિષય બન્યા છે. મોટાભાગના પ્રચાર માધ્યમોએ અને તેમાંય ખાસ કરીને ઈલેક્ટ્રોનિક પ્રચાર માધ્યમોએ આ વિધાનોને ‘પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી’ કે ‘રાહુલ ખોટા ભ્રમમાં ન રહે’ તેવા ટાઈટલો સાથે કાં તો ચમકાવ્યા છે અથવા તો પ્રસ્તુત કર્યા છે કે તેના પર લાંબી ચર્ચા પણ યોજી છે. આ એક વિચાર માગતી બાબત તો અવશ્ય કહી શકાય. પી.કે. અત્યારે મમતા બેનરજીના પક્ષ ટી.એમ.સી. સાથે સંકળાયેલા છે અને તેઓ ભાજપ સામે વિરોધ પક્ષની એકતા માટે કામ કરે છે પરંતુ છેલ્લા થોડા સમયની તેમની કામગીરી ત્રિપુરા, ગોવા વિગેરે સ્થળોએ કોંગ્રેસના ભોગે ટીએમસીને મજબૂત બનાવવાની રહી છે તે વાતની નોંધ લીધા વગર ચાલે તેવું નથી. હવે તાજેતરમાં પી.કે.એ જાહેરમાં બોલવાનું પણ શરૂ કર્યુ છે.

jio next 5 પીકેની ભવિષ્યવાણી અને તેની આસપાસના સૂચિતાર્થો...!!
તેમણે એક કાર્યક્રમમાં એવું કહ્યું કે ‘ભાજપને આવતા દાયકાઓ સુધી હરાવવો અઘરો છે. જે પક્ષને ૩૦ ટકા મત મળતા હોય તેના અસ્તિત્વને મિટાવી શકાય નહીં.’ જેમ કોંગ્રેસ ૪૦ વર્ષ કરતાં વધુ સમય સુધી સત્તા પર હોય કે ન હોય પણ લાઈમલાઈટમાં હતી જ. (૧૯૭૦માં સત્તા ગુમાવ્યા પછી ફરી ૧૯૮૦માં સત્તા પર આવી હતી અને ફરી ૧૯૯૬માં સત્તા ગુમાવ્યા બાદ ૨૦૦૪માં પણ કોંગ્રેસ ફરી સત્તા પર આવી હતી) ટૂંકમાં ચાર દાયકા કરતાં વધુ સમય કોંગ્રેસનો પણ હતો અને હવે તેવી જ રીતે ભાજપનો પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે એવું કહ્યું કે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષો એવું માને છે કે એન્ટી ઈન્કમબન્સીના કારણે ભાજપ ફેંકાઈ જશે પરંતુ જાે તે આવું સમજતા હશે તો એવું કહેવું પડશે કે તેઓ મોટા અને ખોટા ભ્રમમાં છે. તેમણે આગળ વધીને એમ પણ કહ્યું કે ભાજપને હરાવવો હશે તો પહેલા મોદીને સમજવા પડશે અને એક વાર મોદીને સમજી જશો તો આપોઆપ તેમને અને ભાજપને હરાવવાનો માર્ગ મળી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રશાંત કિશોરની આ વાતે સૌએ પોતપોતાની રીતે મૂલવી છે. ભાજપના નેતાઓ તો આ વાતોથી ગેલમાં આવી જઈને એવું કહેવા લાગ્યા છે કે આવતા દિવસો પણ અમારાજ છે. કેટલાક ચા કરતાં કિટલી ગરમ જેવું વલણ ધરાવતા ભાજપના આગેવાનોએ તો એવું પણ કહી નાખ્યું કે હવે તો જ્યાં અને જે બેઠકો પર કોંગ્રેસ જીતે છે ત્યાં પણ જીતવાની નથી. ખાસ કરીને ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોએ તો ભાજપ અને મોદીના ગુણગાન ગાતા લાંબા લચ્ચ ભાષણો પણ ફટકારી દીધા અને ઘણા આગેવાનોએ તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો પોતે જ જીતશે તેવું વિધાન પણ કરી નાખ્યું. એક હરખપદુડા (એટલે કે એચ.પી.) એવા આગેવાને એમ પણ કહી નાખ્યું કે ગુજરાતમાં તો તમામ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થવાની છે. ખરેખર આ વાત પણ અહંકારની ભાષા તો કહેવાય જ પરંતુ સાથોસાથ ભારતીય લોકશાહીની તંદુરસ્તી માટે પણ અનુરૂપ નથી. કારણ કે તંદુરસ્ત લોકશાહી માટે કે લોકશાહીને ટકાવવા માટે મજબૂત અને સબળ વિપક્ષ હોવો જરૂરી છે.

123 20 પીકેની ભવિષ્યવાણી અને તેની આસપાસના સૂચિતાર્થો...!!
ભૂતકાળમાં ગુજરાતમાં પી.કે. કોંગ્રેસનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળવાના છે તેવી વાતો વહેતી થઈ ત્યારે ભાજપના કેટલાક શીર્ષસ્થ આગેવાનોએ એવું કહ્યું હતું કે ભાજપનો પ્રત્યેક કાર્યકર અને પેજ પ્રમુખ પ્રશાંત કિશોર જેવો છે. આમ કહીને ભાજપના આ આગેવાનોએ પી.કે.ની. ઠેકડી ઉડાડવાનું કામ કર્યુ હતું. પરંતુ તે વખતે તેઓ એ વાત ભૂલી ગયા કે ૨૦૧૪માં મોદીને સત્તા પર લાવવા માટે પી.કે.ની. રણનીતિ અને વ્યૂહરચનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જાે કે હવે ફરી પાછા પી.કે.ની આવી ટકોર બાદ ભાજપના આગેવાનોએ પોતાની ધારણા મુજબ ‘યુ ટર્ન’ લીધો છે. તેમનું કહેવું છે કે પી.કે.એ ભવિષ્યવાણી કરી છે તે મુજબ ભાજપની સત્તા અવિચળ છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે પી.કે.એ મોદીની લોકપ્રિયતા બાબત જે વાત કરી હતી તેનું અવળું અર્થઘટન કરીને ભાજપના કેટલાક સમર્થકોએ સોશ્યલ મીડિયામાં પણ એવા સંદેશાઓ વહેતા કર્યા હતા કે પી કે પણ માને છે કે મમતાનો પક્ષ નહિ જીતે પરંતુ પરિણામ શું આવ્યું તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.

બાળકી 7 પીકેની ભવિષ્યવાણી અને તેની આસપાસના સૂચિતાર્થો...!!
પી.કે. સારા રણનીતિકાર છે. ૨૦૧૪માં મોદીને જીતાડ્યા બાદ તેઓ બિહાર, તમિલનાડુ, પંજાબ એ છેલ્લે પશ્ચિમ બંગાળમાં સફળ થયા છે. તેમણે જનતાદળ (યુ)માં જાેડાઈ પોતાનો રાજકીય દાવ શરૂ કરવા પણ પ્રયાસ કરી જાેયો. પરંતુ તેમાં તેઓ સફળ થયા નથી. તેમજ ઉત્તરપ્રદેશમાં તેમની સલાહને અવગણી કોંગ્રેસે સપા સાથે જાેડાણ કર્યા બાદ તેઓ કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હતા. ચાર માસ પહેલા તેમણે ગાંધી પરિવારની ત્રિપુટી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો ત્યારે તેમના કોંગ્રેસ પ્રવેશની વાતો વહેતી થઈ હતી. જાે કે અત્યારે છેલ્લા કેટલાક સમયના તેમના વિધાનો અને ટીએમસી તરફનો તેમનો ઝૂકાવ જાેતા તેમણે પોતાની રણનીતિ બદલી નાખી છે તેમ પણ કહેવું પડશે.

બાળકી 8 પીકેની ભવિષ્યવાણી અને તેની આસપાસના સૂચિતાર્થો...!!
જાે કે તમામ વિપક્ષો વચ્ચે એકતાની વાત પીકેએ પકડી રાખી છે અને તે જ રીતે ઓ આગળ વધી રહ્યા છે તેવો દેખાવ કરીને તેઓ ભવાનીપુરના (પશ્ચિમ બંગાળના) મતદાર બની ગયા છે અને આજ બેઠક પરથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પેટા ચૂંટણી લડીને વિજેતા બન્યા છે અને પોતાનું મુખ્યમંત્રીપદ પણ ટકાવી રાખ્યું છે.
જાે કે આ અંગે કેટલાક વિશ્લેષકોએ સાવ અલગ જ વાત કહી છે. તેમનું કહેવું છે કે એન્ટી ઈન્કમ્બન્સી ક્યારેય નહિ નડે એવું ભાજપવાળા માનતા હોય તો ભાજપના નેતાઓ પણ આજ પ્રકારના ભ્રમમાં છે. પ્રજા ક્યાં સુધી ૧૦૦ રૂપિયાથી વધુ ભાવનું પેટ્રોલ-ડિઝલ કે રૂા. હજારના ભાવને આંબી રહેલો ગેસનો બાટલો સહન કરશે ? કેટલાક રાજકીય વિશ્લેષકોએ ભાજપના આગેવાનોને ‘આયનો’ દેખાડી એમ પણ કહ્યું જ છે કે ‘અચ્છે દિન’નો વાયદો આપી સત્તા પર આવેલા આગેવાનોએ તો મોંઘવારી અને ભૂખમરા તરફ ધકેલી દીધી છે અને ‘અચ્છે દિન’ આવ્યા છે અને તે ભાજપના આગેવાનોના કે પ્રજાની વેદના ભૂલાવવા અન્યત્ર ધ્યાન ભ્રમિત કરવા ધર્મ કે રાષ્ટ્રવાદના નામે લોકોની લાગણી અન્યત્ર વાળવા પ્રયાસ કરે છે. અચ્છે દિન હોય તો એક પ્રશિક્ષણ શિબિર પાછળ રૂા. ૮ થી ૧૦ લાખના ખર્ચ કરવો ભાજપને પોષાય ખરો ? ભાજપના ચૂંટાયેલા આગેવાનોના બે ચૂંટણી વચ્ચેના આવક અને સંપત્તિ અંગેના સોગંદનામા આ વાતની સાબિતી છે. જે રીતે કોંગ્રેસ ભ્રમમાં છે વિપક્ષો ભ્રમમાં છે તે રીતે ભાજપ પણ અત્યારે પોતાની લોકપ્રિયતાના ભ્રમમાં છે તેવી કેટલાક રાજકીય વિશ્લેષકોની ટકોર સાવ ખોટી તો નથી જ.

Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા

બનાસકાંઠા / ડીસાના અધિકારીએ ચાલુ ડ્યુટીએ દારૂ પી કર્યો હોબાળો