GIR SOMNATH NEWS/ એક લાખની લાંચના કેસમાં પીએસઆઈ ફરાર, સાગરીત ઝડપાઈ ગયો

આરોપીને માર નહી મારવા માટે લાંચ માંગી હતી, એસીબીએ તપાસ હાથ ધરી

Top Stories Gujarat
Beginners guide to 2024 05 29T212713.324 એક લાખની લાંચના કેસમાં પીએસઆઈ ફરાર, સાગરીત ઝડપાઈ ગયો

Gir Somnath News :  ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનના એક પીએસઆઈએ એક આરોપીને માર નહી મારવાના બદલામાં એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે આ ગે ન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ નોંધાવતા એસીબીએ જાળ બિછાવી હતી. જેમાં પીએસઆ ફરાર થઈ ગયો હતો પુતું તેનો સાગરીત ઝડપાઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ ગીર સોમનાથમાં ઉના પોલીસ સ્ટેશનમાં આ બનાવના ફરિયાદીના મિત્રનું પ્રોહિબિશનના કેસમાં નામ ખુલ્યું હતું. જેની તપાસ ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે વરૂ કરી રહ્યા હતા. જેમાં તેમમે ફરિયાદીના મિક્ત્રની અટક કરી હતી. અને રિમાન્ડ દરમિયાન માર નહી મારવા માટે તથા ફરિયાદીનું નામ આરોપી તરીકે નહી ખોલવા માટે રૂ.1,00,000 ની લાંચ માંગી હતી. પીએસઆઈ વરૂએ લાંચની રકમ તેમના માણસ વિજય સી.જેઠવાને આપી દેવા કહ્યું હતું.
બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જમાં એસીબીના ટીમે ઉનાના ગીર ગઢડા રોડ પર અન્નપૂર્ણા હોટેલ પાસે જાળ બિછાવી હતી. જેમાં પીએસઆ વરૂ વતી એક લાખ રૂપિયાની લાંચ લેતા વિજય જેઠવાને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો.જ્યારે પીએસઆઈ વરૂ ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ