2024 election/ મુરાદાબાદના સપાના ઉમેદવાર રૂચિ વીરા અને સિટી મેજીસ્ટ્રેટ વચ્ચે જાહેરમાં બબાલ

બનાવનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ

Top Stories India
Beginners guide to 2024 04 05T164041.265 મુરાદાબાદના સપાના ઉમેદવાર રૂચિ વીરા અને સિટી મેજીસ્ટ્રેટ વચ્ચે જાહેરમાં બબાલ

Uttarpradesh News : ઉત્તરપ્રદેશના નુરાદાબાદમાં સપાના ઉમેદવાર રૂચિ વીરા અને સિટી મેજીસ્ટ્રેટ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સિટી મેજીસ્ટ્રેટે કહ્યું હતું કે તે આચારસંહિતાનું ઉલ્લંઘન છે.

આ વિડીયોમાં બન્ને વચ્ચે બોલાચાલી થતી જોઈ શકાય છે. અલવિદા જુમાના મોકા પર રૂચિ વીરા મુરાદાબાદની જામા મસ્જિદની બહાર લોકોને મળવા પહોંચી હતી. દરમિયાન સિટી મેજીસ્ટ્રેટે તેને આચારસંહિતાના ઉલ્લંઘન હોવાનું કહીને અટકાવી હતી અને કહ્યું હતું કે અમે કેસ કરીશુંય કોઈ ધાર્મિક આયોજનમાં તમે અનુમતિ વગર જઈ ન શકો. મુરાબાદની સીટ પર નિર્વતમાન સાંસદ ડો. એસટી હસનની ટિકીટ કપાયા બાદ રૂચિ વીરાને ઉમેદવાર બનાવવામાં આવી છે. તેના પર હસને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે.પાર્ટીમાં કેટલાક લોકો એવા છે જે પાર્તીને ખતમ કરી નાંખશે.

અખિલેશ યાદવે છેલ્લી ઘડીએ આ નિર્ણય લીધો હતો. હકીકતમાં આ સીટ પહેલા સાંસદ એસટી હસનને જ ટિકીટ આપવામાં આવી હતી. હસને પોતાનું ફોર્મ પણ ભરી દીધું હતું. પરંતુ અચાનક અખિલેશે પોતાનો નિર્ણય બદલીને રૂચી વીરાને ટિકીટ આપી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે