illness/ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીની એપોલો હોસ્પિટલમાં એડમિટ,જાણો કેમ!

.ભગવંત માન હોસ્પિટલમાં એડમિટ થતા પહેલા  તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી હતી. પરંતુ તેમાં  તેમની તબિયત વિશે કંઈ કહ્યું ન હતું

Top Stories India
8 16 પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીની એપોલો હોસ્પિટલમાં એડમિટ,જાણો કેમ!

પંજાબના સીએમ ભગવંત માનને આજે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ભગવંત માન અહીં રૂટીન ચેકઅપ માટે આવ્યા હતા.ભગવંત માન હોસ્પિટલમાં એડમિટ થતા પહેલા  તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી હતી. પરંતુ તેમાં  તેમની તબિયત વિશે કંઈ કહ્યું ન હતું.હોસ્પિટલમાં એડમિટ થયા છે પણ ક્યા કારણસર થયા છે તેનો ખુલાસો ટ્વિટર પર કર્યો નથી.

ભગવંત માને પોતાના ટ્વીટમાં અમૃતસર નજીક થયેલા એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં બે ગેંગસ્ટર માર્યા ગયા છે. આ ગેંગસ્ટર સિંગર્સ સિદ્ધુ મુસેવાલા મર્ડર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. તેમના નામ જગરૂપ રૂપા અને મનપ્રીત સિંહ છે. તેમની પાસેથી એકે-47 બંદૂક પણ મળી આવ્યા છે

પંજાબના સીએમએ લખ્યું છે કે મારી સરકાર દ્વારા ગેંગસ્ટર કલ્ચર અને અસામાજિક તત્વો સામે શરૂ કરાયેલા અભિયાનમાં આજે મળેલી મોટી સફળતા માટે હું પંજાબ પોલીસ અને એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સને અભિનંદન આપું છું. પંજાબમાં શાંતિ અને ભાઈચારો દરેક કિંમતે જાળવી રાખવામાં આવશે.