Top Stories/ પંજાબમાં મુખ્યમંત્રી બાદ બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રભારી, હરિશ રાવતનું કોણ લેશે સ્થાન?

હરિશ ચૌધરી હાલ રાજસ્થાન સરકારમાં મંત્રી છે.  હરિશ રાવત પંજાબના રાજકારણમાં થઇ રહેલી ઉથલપાથલને સારી રીતે સાંભળી ન શકવાના કારણે તેમની વિદાય કરવામાં આવે તે નક્કી છે. 

Top Stories India
harish ravat harish chaudhari પંજાબમાં મુખ્યમંત્રી બાદ બદલાઈ શકે છે કોંગ્રેસના પ્રભારી, હરિશ રાવતનું કોણ લેશે સ્થાન?

પંજાબમાં એક પછી એક નાટકીય વળાંક આવી રહ્યો છે. સૌથી પહેલા પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંઘે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પંજાબમાં કમાન વગરની થઇ ગઈ છે ત્યારે હવે નવો વળાંક સામે આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પણ હવે બદલાઈ શકે છે તેવી અટકળો સામે આવી છે.  ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત અત્યારે પંજાબ કોંગ્રેસના પ્રભારી પદ પર છે જેમને ગમે ત્યારે હટાવી શકવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

નોંધનીય છે કે, અમરિંદરસિંઘના રાજીનામાં બાદ હરિશ રાવતે નવજોતસિંહ સિદ્ધુને આવનારી ચૂંટણીમાં મુખ્ય ચહેરો તરીકે ગણાવ્યા હતા. રાવતે કહ્યું હતું કે, ચન્નીને મુખ્યમંત્રી પદ માટે પહેલેથી પાર્ટીએ નક્કી કરી દીધું હતું પરંતુ પંજાબમાં આવનારી ચૂંટણી માટે કોંગ્રેસનો ચહેરો કોણ હશે? તે કોંગ્રેસ અધ્યક્ષ જ નક્કી કરશે. હાલની પરિસ્થિતિને જોઇને પંજાબની ચૂંટણી કેબિનેટ અને પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુની આગેવાની હેઠળ લડવામાં આવશે તેવી વકી છે.  આ ઉપરાંત પંજાબ કોંગ્રેસના પ્રભારી તરીકે હરિશ ચૌધરી પણ સ્થાન લે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.  હરિશ ચૌધરી હાલ રાજસ્થાન સરકારમાં મંત્રી છે.  હરિશ રાવત પંજાબના રાજકારણમાં થઇ રહેલી ઉથલપાથલને સારી રીતે સાંભળી ન શકવાના કારણે તેમની વિદાય કરવામાં આવે તે નક્કી છે.

નોંધનીય છે કે, હરિશ ચૌધરી પંજાબ કોંગ્રેસના સહ પ્રભારી તરીકે પણ રહી ચૂક્યા છે.

રાવતના આ નિવેદન સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનિલ જાખડે વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું હતું કે, ચરણજિતસિંહ ચન્નીના શપથના દિવસે હરિશ રાવતે આપેલું નિવેદન એ ચોંકાવનારૂ છે. આ મુખ્યમંત્રીની તાકાતને નબળું પાડનારું છે અને તેમની પસંદગી સામે પણ સવાલ ઉભા કરનારું છે.

પંજાબના સાંસદ મનીષ તિવારીએ હરિશ રાવતના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, જેમણે પંજાબનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે તેમણે પંજાબ વિશે કાંઈ જ સમજ નથી.

હવે આ બધાની વચ્ચે જોવાનું રહ્યું કે કોંગ્રેસ પ્રભારી તરીકે હરિશ ચૌધરીની નિયુક્તિ થાય છે કે બીજા કોઈની એતો હાઈ કમાન્ડ જ નક્કી કરશે !