action/ સૂકા ગાંજાનો જથ્થો ઝડપતી પોરબંદર એસઓજીઃ એક ઇસમની ધરપકડ

પોરબંદર એસઓજીએ નશીલા પદાર્થોની હેરાફેરી ડામવાના ભાગરૂપે મળેલી બાતમીના આધારે 748 ગ્રામ સૂકા ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 30T150826.865 સૂકા ગાંજાનો જથ્થો ઝડપતી પોરબંદર એસઓજીઃ એક ઇસમની ધરપકડ

પોરબંદરઃ સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોનું સેવન અને હેરાફેરી રોકવા માટે પોલીસે કમર કસી લીધી છે. આના ભાગરૂપે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ ડામવા પોલીસે ખાસ ટુકડી બનાવી છે. આવી જ ટુકડી પોરબંદરમાં પણ બનાવવામાં આવી છે. પોરબંદર એસઓજીએ નશીલા પદાર્થોની હેરાફેરી ડામવાના ભાગરૂપે મળેલી બાતમીના આધારે 748 ગ્રામ સૂકા ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

એસઓજીના સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર એસ ચાંઉ તથા હેડ કોન્સ્ટેબલ એમ આર ગોરાણીયાને ચોક્કસ બાતમી મળી હતી કે ગેસ ગોડાઉન પાસે સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઈ રાતીયા પોતાના કબ્જામાં ગાંજો રાખીને ગાંજાનું વેચાણ કરે છે, તેના પગલે તેઓએ ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઈ રાતીયાને રંગે હાથ પકડ્યો હતો.

પોલીસે તેની પાસેથી 748 ગ્રામ સૂકા ગાંજા સહિત લગભગ સાડા બાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો હતો. તેની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીડીએસ એક્ટ 1985ની જોગવાઈ 8 (સી), 20 (2)(બી) 29 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સિવાય મામા નામે ઓળખાતો અન્ય આરોપી અને સુરતના રહેવાસીની આ કેસમાં તલાશી જારી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં તેઓ આ આરોપીને પણ પકડી લેશે.

પકડાયેલા આરોપી ભાણો આમ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે રાણાવાવ, ઉદ્યોગનગર, કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે.

સૌરાષ્ટ્રમાં નશીલા પદાર્થોનું સેવન અને હેરાફેરી રોકવા માટે પોલીસે કમર કસી લીધી છે. આના ભાગરૂપે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ ડામવા પોલીસે ખાસ ટુકડી બનાવી છે. આવી જ ટુકડી પોરબંદરમાં પણ બનાવવામાં આવી છે. પોરબંદર એસઓજીએ નશીલા પદાર્થોની હેરાફેરી ડામવાના ભાગરૂપે મળેલી બાતમીના આધારે 748 ગ્રામ સૂકા ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

એસઓજીના સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર એસ ચાંઉ તથા હેડ કોન્સ્ટેબલ એમ આર ગોરાણીયાને ચોક્કસ બાતમી મળી હતી કે ગેસ ગોડાઉન પાસે સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઈ રાતીયા પોતાના કબ્જામાં ગાંજો રાખીને ગાંજાનું વેચાણ કરે છે, તેના પગલે તેઓએ ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સુભાષ ઉર્ફે ભાણો રાણાભાઈ રાતીયાને રંગે હાથ પકડ્યો હતો.

પોલીસે તેની પાસેથી 748 ગ્રામ સૂકા ગાંજા સહિત લગભગ સાડા બાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો હતો. તેની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીડીએસ એક્ટ 1985ની જોગવાઈ 8 (સી), 20 (2)(બી) 29 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સિવાય મામા નામે ઓળખાતો અન્ય આરોપી અને સુરતના રહેવાસીની આ કેસમાં તલાશી જારી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં તેઓ આ આરોપીને પણ પકડી લેશે. પકડાયેલા આરોપી ભાણો આમ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે રાણાવાવ, ઉદ્યોગનગર, કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે.